News Portal...

Breaking News :

માઈક્રોસોફ્ટની ઓફિસ અને ક્લાઉડ સર્વિસમાં ફરી સર્જાઈ ખામી

2024-07-30 20:35:33
માઈક્રોસોફ્ટની ઓફિસ અને ક્લાઉડ સર્વિસમાં ફરી સર્જાઈ ખામી


મુંબઈ : માઈક્રોસોફ્ટની ઓફિસ અને ક્લાઉડ સર્વિસમાં પનોતી બેઠી હોય તેમ ફરી ખામી સર્જાઈ  હોવાના અહેવાલો છે. આ ખામીના કારણે લાખો યુઝર્સ પરેશાન થયાની ફરિયાદો શરૂ થઈ ગઈ છે. 


આ પહેલા 19 જુલાઈના રોજ માઈક્રોસોફ્ટના સર્વમાં ખામી સર્જાઈ હતી. ત્યારબાદ માઈક્રોસોફ્ટ વિન્ડોઝની સર્વિસ ઠપ થઈ ગયાના કલાકો પછી દુનિયાભરમાં સ્થિતિ હવે થાળે પડી રહી છે. જોકે આજે ફરી તેની ઓફિસ અને ક્લાઈડ સર્વિસમાં ખામી સર્જાતા હવે માઈક્રોસોફ્ટની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.લાખો યુઝર્સને પડી રહી સમસ્યાને લઈને માઈક્રોસોફ્ટ દ્વારા ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી છે કે, અત્યારે Microsoft 365 વિવિધ સેવાઓમાં જે સમસ્યા આવી રહી છે તેનું નિરાકરણ લાવવા માટે અમે કામ કરી રહ્યા છીએ.મંગળવારે ટેક્નોલોજી જાયન્ટની સર્વિસ સ્ટેટસ વેબસાઈટ પર એક ચેતવણીમાં જણાવ્યું હતું કે તે "નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રક્ચર" મુદ્દા પર વિચાર કરી રહી છે જે Microsoft સેવાઓની ઍક્સેસને અસર કરી રહી છે.  


તે ક્રાઉડસ્ટ્રાઈક દ્વારા મોટા IT આઉટેજના બે અઠવાડિયા પછી આવે છે જેણે વૈશ્વિક અરાજકતા ફેલાવી હતી અને હજારો રદ્દીકરણ અને મુસાફરીમાં વિલંબ જોયો હતો.અગાઉ 19 જુલાઈના રોજ માઈક્રોસોફ્ટમાં ટેકનીકલ ખામી સર્જાતા દુનિયાભરમાં હડકંપ મચી ગયો હતો. આ સમસ્યાને કારણે અનેક દેશોમાં બેંક, ફોન, સ્ટોક માર્કેટ જેવી મોટા ભાગની સેવાઓ ખોરવાઈ ગઈ હતી. દુનિયાના અનેક દેશોમાં વિમાન સેવા પણ ખોરવાઈ ગઈ હતી, જેના કારણે મુસાફરોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ખામીના કારણે વિશ્વભરની આઈટી સિસ્ટમ અને કોમ્પ્યુટરો બંધ થઇ ગયા હતા. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, જાપાન અને ભારત સહિત 40થી વધુ દેશો પરેશાન થયા હતા.

Reporter: admin

Related Post