News Portal...

Breaking News :

મુંબઈમાં મેટ્રો પિલરનો સ્લેબ ધરાશાયી: રિક્ષા અને કારનો કચ્ચરઘાણ

2026-02-14 17:33:01
મુંબઈમાં મેટ્રો પિલરનો સ્લેબ ધરાશાયી: રિક્ષા અને કારનો કચ્ચરઘાણ


મુંબઈ:  મુલુંડ પશ્ચિમ વિસ્તારમાં શનિવારે બપોરે મેટ્રો નિર્માણ કાર્ય દરમિયાન એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. એલબીએસ રોડ પર જોનસન એન્ડ જોનસન કંપની નજીક નિર્માણાધીન મેટ્રો પિલરનો સિમેન્ટનો મોટો હિસ્સો અચાનક તૂટી પડ્યો હતો. 


આ કાટમાળ નીચેથી પસાર થઈ રહેલી એક ઓટો રિક્ષા અને કાર પર ખાબકતા અફરાતફરી મચી ગઈ હતી.પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના બપોરે આશરે 12:20 વાગ્યે બની હતી. દુર્ઘટના સમયે રિક્ષામાં સવાર 3 થી 4 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની આશંકા છે. પિલરનો હિસ્સો એટલો વજનદાર હતો કે રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.ઘટનાની જાણ થતા જ મુંબઈ ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ, મેટ્રોના ઉચ્ચ અધિકારીઓ, વોર્ડ સ્ટાફ અને 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. 


કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. પોલીસે સાવચેતીના ભાગરૂપે વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને એલબીએસ રોડ પરનો ટ્રાફિક અન્ય માર્ગે ડાયવર્ટ કર્યો છે. હાલમાં આ દુર્ઘટના પાછળ મેટ્રો કોન્ટ્રાક્ટરની બેદરકારી છે કે અન્ય કોઈ કારણ, તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

Reporter: admin

Related Post