નવી દિલ્હી : વિનેશ ફોગાટને ફાઈનલ પહેલા 100 ગ્રામ વધારે વજનના કારણે પેરિસ ઓલિમ્પિકમાં કુશ્તી સ્પર્ધામાંથી ગેરલાયક ઠેરવવામાં આવી હતી.
CASને સિલ્વર મેડલ આપવા માટે અપીલ કરી હતી પરંતુ 14 ઓગસ્ટના રોજ અચાનક વિનેશની અપીલ ફગાવી દેવામાં આવી હતી. આથી તેણે CASને સિલ્વર મેડલ આપવા માટે અપીલ કરી હતી. 9 ઓગસ્ટના રોજ ચર્ચા બાદ નિર્ણય શરૂઆતમાં 13 ઓગસ્ટ સુધી મુલતવી રાખવામાં આવ્યો હતો. બાદમાં કહેવામાં આવ્યું હતું કે 16 ઓગસ્ટે નિર્ણય આપવામાં આવશે.આ ઘટના બાદ વિનેશ ફોગાટનું ફરી દર્દ છલકાયું છે.
પેરિસ ઓલિમ્પિકમાં ફાઇનલમાં પહોંચ્યા બાદ પણ વિનેશને મેડલ ન મળતા કુશ્તી પ્રેમીઓ નિરાશ થયા હતા. આ દરમિયાન વિનેશે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે. CAS દ્વારા અરજી ફગાવાતા વિનેશ ફોગાટે સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. આંખો પર હાથ રાખીને મેટ પર સૂતી હોય એવો ફોટો શેર કર્યો છે. જેના પર ગાયક બી પ્રાકનું ગીત વાગે છે કે 'જિંદગી સિદ્ધિ કર દિંદા સબ કુજ પુઠા હી રહ ગયા, મેરી વારી તાઈ લગદાઈ રબ્બા સુતા હી રહે હૈ.'
Reporter: admin