News Portal...

Breaking News :

દાહોદ જૈન સમાજના નાના નાના ભૂલકાઓ દ્વારા ઉપવાસ તપની સાધના કરવામાં આવી

2024-08-16 11:26:45
દાહોદ જૈન સમાજના નાના નાના ભૂલકાઓ દ્વારા ઉપવાસ તપની સાધના કરવામાં આવી


જૈન ધર્મ માં ઉપવાસ તપ નુ ખુબજ મહત્વ છે તે મહત્વ બાળકો બચપન થી સમઝવા લાગે તે હેતુ દસમના દિવસે બાળક બાલિકાઓને ઉપવાસ નુ ગ્રંથો માં ઉલ્લેખ છે 


ગુરુઓ પણ આ દિવસ ને ખુબજ મહત્વપૂર્ણ ગણે છે એટલે કાલે એટલે કે દસમીના દિવસે નાના બાળકોયે ઉપવાસની કઠિન તપાસ્યા નુ વ્રત અંગીકાર કાર્યો ને પોતાને સંયમ ના માર્ગ પર અગ્રેસર કરવાના ઉમદા હેતુથી દાહોદ જૈન સમાજના લગભગ 47 જેટલાં છોકરાઓએ ઉપવાસ કર્યો હતો જેમાં 10 જેટલાં નાના નાના 4થી 8વર્ષ ના બાળક બલિકોઓ પ્રથમ વાર ઉપવાસની સાધના કરી હતી 


ઉપવાસના દિવસે સવાર થી બાળકો ધોતી દુપટ્ટાં શુદ્ધ વસ્ત્રો માં ભગવાન ના અભિષેક શાંતિ ધારા માં જોડાયા હતાં તત પશચાત પંડિતજી રાજકુમાર જી એવમ યંગ દિગમબર પાઠશાળાના ટીચરો દ્વારા પૂજા પાઠ વ્રત કથા બાળકો ને કરાવી હતી પછી આખો દિવસ બાળકોને ધાર્મિક ગેમ રમાડી સાંજે દિગમ્બર જૈન સમાજ દ્વારા ઉપવાસી બાળકોના દેવ દર્શન નુ જુલુસ મહાવીર શેરી સ્થિત મન્દિરથી નગર પાલિકા ચોક થયી પરત નિજ મન્દિર સુધી નીકળીયો હતો સાથે સાથે આચાર્ય પુષ્પદત નિલય માં સમાજના ટ્રસ્ટીયો દ્વારા એવમ અન્ય ગ્રુપો દ્વારા બાળકો નુ બહુમાન સમ્માન કરવા માં આવ્યું હતું

Reporter: admin

Related Post