આગામી સમયમાં અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળશે ત્યારે રથયાત્રા ને લઈને ઇસ્કોન મંદિરમાં પોલીસ અને ઇસ્કોન મંદિરનાં સંચાલકો સ્થાપત્ય સાથે મીટીંગ આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં પોલીસ કમિશનર નરસિંહમા કોમર તથા જોઈન્ટ કમિશનર લીના પાટીલ તથા ડી સી પી ઝોન 1 જુલી કોઠીયા તથા ડી સી પી ઝોન 2 અભય સોની તથા ડી સી પી ઝોન 3 પન્ના મોમાયા તથા ડી સી પી ઝોન 4 અભિષેક ગુપ્તા તથા એ સી પી તથા ઇસ્કોન મંદિર ના નિત્યાનંદ મહારાજ તથા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ ડો જય પ્રકાશ સોની તથા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં રથયાત્રા નિમિત્તે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં દર વર્ષે જેમ આ વર્ષે પણ જે રથયાત્રા રેલવે સ્ટેશન નીકળી શહેરના અનેક વિસ્તારોમાં રથયાત્રા નિકળશે. જેના ભાગરૂપે કોઈ ઘટના ના બને તે માટે ની આજે મહત્વની બેઠક યોજવામાં આવી હતી.


Reporter: admin