કેન્દ્ર સરકારે કઠોળોના ભાવોમાં થઈ રહેલા અસાધારણ વધારાને કાબુમાં લેવા માટે વિદેશ માંથી કઠોળની આયાત વધારવાનું વિચારી રહી છે.આ નિર્ણય કઠોળ-દાળની વધતી કિંમતો પર નિયંત્રણ અંકુશ લાદવા લેવામાં આવ્યો છે. ઘણા સમયથી કઠોળના ભાવોમાં વધારો નોંધાઈ રહ્યો હોવાથી સરકાર નવી પીએમ આશા યોજના લઈ આવી છે
જે કઠોળના પાકને લઘુત્તમ ટેકાના ભાવે પર ખરીદવાની ગેરેંટી આપે છે.કઠોળના ઉત્પાદનમાં વધારો કરવા એક બેલેન્સ પોલિસીની જરૂર છે. દેશમાં આજે પણ કઠોળ-દાળની જરૂરિયાતો પૂરી કરવા આયાત પર નિર્ભર છે. જેને સરકાર આત્મનિર્ભર બનાવવા પ્રયત્નશીલ છે.જાન્યુઆરી, 2023થી અત્યારસુધી સરકારે કઠોળ પર 11 નોટિફિકેશન જારી કરી છે. વારંવાર પોલિસીમાં ફેરફાર કરવાથી તમામને નુકસાન થઈ રહ્યું હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે.
જુલાઈ બાદ 10 મિલિયન ટન પીળા વટાણા માર્કેટમાં આવશે.સરકાર વિદેશમાં અડદ અને દેશી ચણાનું ઉત્પાદન વધારવા પર ફોકસ છે. જે ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ સહિત અન્ય દેશોમાંથી કઠોળની આયાત વધારશે. આર્જેન્ટિનામાંથી પણ દાળની આયાત અંગે ચર્ચાઓ થઈ છે. તેમજ 4 મેથી સરકારે ડ્યુટી ફ્રી આયાતને મંજૂરી આપી હતી.માર્ચ, 2025 સુધી દેશી ચણાની ડ્યૂટી ફ્રી આયાત જારી રહેશે. તેમજ તુવેર, અડદ, મસૂર, પીળા વટાણા, દેશી ચણા સહિતના કઠોળની ડ્યૂટી ફ્રી આયાતને મંજૂરી મળશે.
Reporter: News Plus