વડોદરા શહેર નજીક આવેલા કોટાલી ગામમાં સ્થિત નવી નગરી ફરસખાનામાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ગામલોકોમાં દોડધામ મચી ગઈ હતી.
આગની જાણ થતાં જ ટીપી-13 ફાયર સ્ટેશનને કોલ મળ્યો હતો. માહિતી મળતાની સાથે જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અન્ય ફાયર સ્ટેશનોને પણ મદદ માટે જાણ કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતાં વડોદરા ફાયર વિભાગની કુલ પાંચ ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. જેમાં વાસણા, પાણીગેટ, ટીપી-13 અને જીઆઈડીસી ફાયર સ્ટેશનની ટીમોએ સંયુક્ત રીતે બચાવ અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. ફાયર જવાનો દ્વારા સતત ત્રણ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.
આગ એટલી વિકરાળ હતી કે તેની જ્વાળાઓ દૂર-દૂર સુધી દેખાઈ રહી હતી. ઘટનાને પગલે આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકત્રિત થઈ ગયા હતા.
ફાયર વિભાગના જણાવ્યા મુજબ, આગને કાબૂમાં લેવા માટે અંદાજે દોઢ લાખ લિટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આગના કારણે ફરસખાનામાં રહેલો મોટાભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.
Reporter: admin