News Portal...

Breaking News :

SMCની મોટી દારૂ કાર્યવાહી : 35 લાખથી વધુના મુદ્દામાલ સાથે ટ્રક ઝડપાઈ, એક શખ્સ ઝબ્બે

2026-06-18 10:54:43
SMCની મોટી દારૂ કાર્યવાહી : 35 લાખથી વધુના મુદ્દામાલ સાથે ટ્રક ઝડપાઈ, એક શખ્સ ઝબ્બે

SMC (સ્ટેટ મોનિટરિંગ સેલ)ની ટીમે આજે અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી પ્રોહિબિશન રેડ પાડી ₹35,44,240ના મુદ્દામાલ સાથે એક ટ્રક ઝડપી પાડ્યો હતો. અટલાદરા ભીમ ટડાવ, પાદરા રોડ, સ્વામિનારાયણ મંદિર નજીક, જાહેર રોડ પર, ગામ-અટલાદરા, જિ. વડોદરા સિટી ખાતે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

રેડ દરમ્યાન 180 ml ની કુલ 10,797 IMFL બોટલો (ટીન) ઝડપવામાં આવી, જેની બજારકિંમત ₹25,36,140 આંકવામાં આવી છે. આ ઉપરાંત એક ટાટા ટ્રક (નં. GJ 26U 0596) કે જેની કિંમત ₹10,00,000 છે તે પણ જપ્ત કરાયો. સાથે એક મોબાઈલ ફોન (કિ. ₹5,000) અને ₹3,100 રોકડ રકમ પણ કબ્જે લેવામાં આવ્યા. કુલ મળીને ₹35,44,240નો મુદ્દામાલ જપ્ત કરાયો. ઘટનાસ્થળ પરથી ટ્રકના ડ્રાઈવર અશ્વિનીસિંહ મનસિંહ ચૌહાણ, રહે. ગામ-તળસારી, ઉઘવા રોડ, પાટીલપાડા, પાલઘર, મહારાષ્ટ્રને પકડી અટલાદરા પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો. જ્યારે ચાર આરોપીઓ — IMFL ના સપ્લાયર સચિન મરાઠે (દમણ), સુમિત ઉર્ફ રાહુલ બોબડો (વલસાડ), ક્રેટા ગાડીનો અજ્ઞાત પાઈલટ, અને વડોદરામાં IMFL લેનાર અજ્ઞાત શખ્સ — હાલ ફરાર છે, જેમની શોધ ચાલુ છે.


આ ગુનો પ્રોહિબિશન એક્ટની કલમ 65(A)(E), 81, 83, 98(2), 116(B) તથા ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 111(3)(4) હેઠળ નોંધવામાં આવ્યો છે.

Reporter:

Related Post