News Portal...

Breaking News :

માંજલપુર પેટા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ, મતદાન મથક બહાર મારામારીથી તંગદિલી

2026-07-30 13:45:36
માંજલપુર પેટા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ, મતદાન મથક બહાર મારામારીથી તંગદિલી

માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે. મતદાન મથકની બહાર બંને પક્ષોના કાર્યકરો સામસામે આવી જતા વાતાવરણ તંગ બન્યું હતું.

કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાજપના કાર્યકરોએ તેમના કાર્યકરો સાથે મારામારી કરી હતી. મતદાન કરવા આવેલા મતદારોની હાજરીમાં જ ખુલ્લેઆમ ઝપાઝપી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે બંને પક્ષોના કાર્યકરોને સ્થળ પરથી દૂર કર્યા હતા.

મળતી માહિતી મુજબ કોંગ્રેસના પૂર્વ નગર સેવક વિજયભાઈ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. જોકે સમગ્ર મામલે બંને પક્ષો દ્વારા એકબીજા સામે આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, થોડા કલાકો અગાઉ કોંગ્રેસે ભાજપ પર આદર્શ આચાર સંહિતાના ભંગનો આક્ષેપ લગાવ્યો હતો. આ મુદ્દે કોંગ્રેસના ઉચ્ચ પદાધિકારીઓએ જિલ્લા કલેક્ટર તેમજ ચૂંટણી અધિકારીને રજૂઆત પણ કરી હતી.

Reporter: admin

Related Post