News Portal...

Breaking News :

શાહીથી શોભતી આંગળીઓ અને લોકશાહીનો ગર્વ: માંજલપુર પેટાચૂંટણીમાં શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે મતદાન

2026-07-30 11:11:39
શાહીથી શોભતી આંગળીઓ અને લોકશાહીનો ગર્વ: માંજલપુર પેટાચૂંટણીમાં શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે મતદાન

૧૪૫-માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી-૨૦૨૬ અન્વયે મતદારો ભારે ઉત્સાહ સાથે લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી થઈ રહ્યા છે. શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ખાતે કાર્યરત કરાયેલા મતદાન મથકમાં સવારથી જ નાગરિકો અચૂક મતદાન કરવા પહોંચી રહ્યા છે. 


ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર સીસીટીવી કેમેરાની સઘન દેખરેખ અને ચુસ્ત પોલીસ સુરક્ષા વચ્ચે અત્યંત શાંતિપૂર્ણ તેમજ પારદર્શક માહોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
આ મતદાન કેન્દ્ર પર ખાસ કરીને મહિલાઓ અને યુવા મતદારોમાં લોકશાહી પ્રત્યેની ફરજ અદા કરવાનો અનેરો રોમાંચ જોવા મળ્યો હતો. મતદાન મથકમાં ફરજ પરના અધિકારીઓ દ્વારા સુવ્યવસ્થિત અને ઝડપી કામગીરીથી મતદાન કરાવવામાં આવી રહ્યું છે. પોતાના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ શાળા પરિસરની બહાર મહિલાઓનું એક જૂથ પોતાની આંગળી પર લાગેલી શાહીનું નિશાન હર્ષોલ્લાસ સાથે દર્શાવતું નજરે પડ્યું હતું. 

જિલ્લા ચૂંટણી તંત્રની આ સુદ્રઢ અને સુગમ વ્યવસ્થાને પગલે મતદારો કોઈપણ અગવડ વિના મતદાન કરી અન્ય મતદારોને પણ જાગૃત કરી રહ્યા છે.


Reporter: admin

Related Post