૧૪૫-માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી અંતર્ગત કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીએ આજે મતદાન કર્યું હતું. તેમણે મકરપુરા ખાતે આવેલી ભવન્સ સ્કૂલના મતદાન મથક પર પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
મતદાન બાદ ભીખાભાઈ રબારીએ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જો મતદારો તેમને તક આપશે તો માંજલપુર વિસ્તારને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાના પ્રયાસો કરવામાં આવશે.
આ ઉપરાંત તેમણે આચારસંહિતા ભંગના આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, હજુ પણ કેટલાક લોકો દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. તેમણે ખભા પર ખેસ પહેરી પ્રચાર કરવા અને દારૂના વેચાણ જેવા મુદ્દાઓ અંગે આક્ષેપો કર્યા હતા.
દરમિયાન માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં હાલ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. ચૂંટણી તંત્ર દ્વારા મતદાન મથકો પર ચુસ્ત સુરક્ષા અને જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
Reporter: admin







