News Portal...

Breaking News :

ગોરવાની કંપનીમાંથી 7 લાખની કિંમતના વાલ્વ ચોરનાર પકડાયો

2025-06-06 21:37:26
ગોરવાની કંપનીમાંથી 7 લાખની કિંમતના વાલ્વ ચોરનાર પકડાયો



વડોદરાઃ સયાજીગંજ ભીમનાથ બ્રિજ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે સ્કૂટર પર જતા દિવ્યાંગ ઉર્ફે નાનુ વીરબહાદૂર રાણા(વૃન્દાવન સોસાયટી, રણોલી)ને તપાસતાં ચાર વાલ્વ મળ્યા હતા. 


જેથી પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ કરતાં દિવ્યાંગે ગઇ તા.૧૭ થી ૨૦ માર્ચ દરમિયાન એક મિત્રએ આપેલી માહિતીને આધારે ગોરવાની ફ્લોઝોન કંપનીમાંથી ૭ લાખ ઉપરાંતની કિંમતના ૮૩ વાલ્વ ચોર્યા હોવાની વિગતો બહાર આવી હતી.આ વાલ્વ તેણે પાણીના ભાવે વેચ્યા હતા.જેથી અગાઉ વાલ્વ ખરીદનાર ત્રણ જણાને પોલીસે પકડયા હતા.


...

Reporter: admin

Related Post