આજે આપણે વધેલી ઘઉની બ્રેડમાંથી સેન્ડવીચ બનાવવાની રીત જાણીશું. જે બ્રેકફાસ્ટમા ખાઈ શકો છો અથવા બાળકોને ડબ્બામાં આપી શકો છો.
2 જ્ણ માટે આ સેન્ડવીચ બનાવવા માટે 8 બ્રેડ, 4 બાફેલા બટાકા, ટોમેટો કેચપ ( ગળ્યું પસંદ હોય એ પ્રમાણે )એક ચમચી ચોપ કરેલા લીલા મરચા,એક આદુ - લસણની પેસ્ટ, એક ચમચી લીંબુ રસ, પા ચમચી હળદર, એક ચમચી લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠુ, 4 5 ચમચી તેલ, એક ચમચી રાય અને એક ચમચી જીરું વિગેરે સમગ્રીની જરૂર પડશે.હવે સેન્ડવીચ બનાવવા માટે એક કઢાઈમા તેલ ગરમ મૂકી એમાં રાય અને જીરૂનો વઘાર કરવો, ત્યારબાદ તેમાં બાફેલા બટાકાનો માવો બનીને ઉમેરો, હવે તેમાં બનાવેલી લીલા મરચા પેસ્ટ, આદુ - લસણ ની પેસ્ટ ઉમેરવી, હવે તેમાં મરચું, હળદર, મીઠુ અને લીંબુનો રસ ઉમેરી બરોબર મિક્ષ કરો.
આ મિશ્રણને મેસઅપ કરી લો. હવે આ મિશ્રણ ને થોડું ઠંડુ પડવા દો. ત્યારબાદ બ્રેડની ચારબાજુ કોર્નર કાઢી લો અને આ બટાકાના મસાલાને બ્રેડ પર સ્પ્રેડ કરી મૂકી દો અને ઉપર ટોમેટો કેચપ લગાવી બીજી બ્રેડ મૂકી દો, જો ગળ્યું પસંદ નં હોય તો સ્કિપ કરી શકો છો. હવે આ આ માવા વાળી બ્રેડ ને લોઢી પર તેલ અથવા બટર વડે શેકી લો અને વચ્ચેથી કાપીને સેપ આપી દો. આ સેન્ડવીચ ગરમ ખાવાની વધારે સારી લાગશે અને ખાવામાં ખુબ ટેસ્ટી લાગશે.આ સેન્ડવીચ ગ્રીન ચટણી કે કેચપ સાથે ખાવામાં ખુબ સારી લાગે છે.
Reporter: admin