News Portal...

Breaking News :

મકરપુરામાં જુગારધામ પર પોલીસની કાર્યવાહી 8 ઝડપાયા 7 વોન્ટેડ

2026-09-03 11:52:05
મકરપુરામાં જુગારધામ પર પોલીસની કાર્યવાહી 8 ઝડપાયા 7 વોન્ટેડ

મકરપુરામાં જુગારનો ગણનાપાત્ર કેસ ઝડપાયો, ઝોન-3 એલસીબીની કાર્યવાહી

વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝોન-3 એલસીબી ટીમે જુગારના ગણનાપાત્ર કેસનો પર્દાફાશ કરી આઠ આરોપીઓને ઝડપી પાડ્યા છે. જ્યારે સાત આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

પોલીસ કમિશનર નરસિમ્હા કોમારના માર્ગદર્શન હેઠળ તથા સંયુક્ત પોલીસ કમિશનર નીલેશ જાજડીયા અને ઝોન-3ના નાયબ પોલીસ કમિશનર અભિષેક ગુપ્તાની સૂચના મુજબ એલસીબી ઝોન-3ની ટીમ જુગાર અને પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરી રહી હતી.

દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે તરસાલી બ્રિજ નજીક આવેલા સાંતમ હાઈલેન્ડના ફ્લેટમાં દરોડો પાડ્યો હતો. અહીં બહારથી લોકોને બોલાવી પત્તા-પાના વડે પૈસાનો હારજીતનો જુગાર રમાતો હોવાની માહિતી મળી હતી.

પોલીસે દરોડા દરમિયાન જહાંગીર ઉર્ફે સલીમ મેમણ, હસમુખભાઈ માળી, મોબીનભાઈ મન્સુરી, જાવીદભાઈ પટેલ, મયુર વાઘેલા, વનરાજસિંહ ગોહિલ, દીપક શર્મા અને પ્રજ્ઞેશ પરમાર સહિત કુલ આઠ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.


આ કેસમાં કાલુ, ઇમરાન દરબાર, નવાજ હસન પટેલ, ઇરફાન કાજી, પ્રકાશ ઉર્ફે પિન્ટુ તિવારી, સિરાજ ઉમર ઘાચી અને મિરાજ સહિતના આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને તેમની શોધખોળ ચાલી રહી છે.

પકડાયેલા આરોપીઓ સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Reporter: admin

Related Post