વડોદરા: અટલાદરા ખિસકોલી સર્કલ નજીક ડ્રેનેજનું કામ કરતા ગેસ લાઇન માં લીકેજ થયું હતું. ગેસ લાઇનમાં લીકેજથી સ્થાનિક રહીશ દ્વારા ગેસ વિભાગને જાણ કરવામાં આવી હતી.ગેસ વિભાગે લાઈન ચેક કરતાં લીકેજ હોવાનું જણાયું હતું. ગેસ લીકેજની તત્કાળ સમાર કામગીરી હાથ ધરવામાં આવી હતી.