News Portal...

Breaking News :

શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણના પ્રથમ સોમવાર અને નાગપંચમીના પાવન પર્વે ભક્તોની ભીડ

2026-08-17 13:01:30
શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણના પ્રથમ સોમવાર અને નાગપંચમીના પાવન પર્વે ભક્તોની ભીડ

પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવાર અને નાગપંચમીના શુભ સંયોગે શહેર તથા આસપાસના વિસ્તારોના શિવાલયોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ મોટી સંખ્યામાં શિવભક્તો દર્શન, પૂજન અને અભિષેક માટે ઉમટી પડ્યા હતા.

હિંદુ ધર્મમાં શ્રાવણ માસને વિશેષ પવિત્ર માનવામાં આવે છે. પ્રથમ સોમવાર અને નાગપંચમીનો શુભ સંયોગ હોવાથી ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. શિવભક્તોએ મહાદેવને દૂધ અને ચોખા વડે જલાભિષેક તથા દૂધાભિષેક કરી પૂજા-અર્ચના કરી હતી. મંદિર પરિસર ‘હર હર મહાદેવ’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.

ધાર્મિક માન્યતા અનુસાર શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવની આરાધના અને અભિષેકનું વિશેષ મહાત્મ્ય છે. આ દિવસે મહામૃત્યુંજય મંત્રના જાપ સાથે પૂજન કરવાથી સુખ, સમૃદ્ધિ અને મનોકામના પૂર્ણ થવાની ધાર્મિક માન્યતા છે.

મંદિર સમિતિ દ્વારા વહેલી સવારથી જ વિશેષ આરતી અને પૂજનવિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તોએ શિસ્તબદ્ધ રીતે મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિર સમિતિ દ્વારા દિવસ દરમિયાન મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Reporter:

Related Post