News Portal...

Breaking News :

વડોદરામાં કિશોર કુમારની 97મી જન્મજયંતીની સંગીતમય ઉજવણી, ચાહકોએ ગીતો ગાઈ આપી શ્રદ્ધાંજલિ

2026-08-04 12:42:35
વડોદરામાં કિશોર કુમારની 97મી જન્મજયંતીની સંગીતમય ઉજવણી, ચાહકોએ ગીતો ગાઈ આપી શ્રદ્ધાંજલિ

ભારતીય સંગીત જગતના મહાન ગાયક અને ‘સિંગર ઓફ ધ મિલેનિયમ’ તરીકે જાણીતા સ્વ. કિશોર કુમાર (કિશોર દા)ની 97મી જન્મજયંતી નિમિત્તે વડોદરા શહેરમાં સંગીત પ્રેમી ગ્રુપ દ્વારા વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે કિશોર દાના ચાહકો અને સંગીતપ્રેમીઓ એકત્ર થયા હતા. તેમણે કેક કાપી, ચોકલેટ વહેંચી તેમજ કિશોર કુમારના સદાબહાર ગીતો ગાઈને પોતાના પ્રિય ગાયકને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી.

ચાહકોએ જણાવ્યું હતું કે કિશોર દા તેમના માટે માત્ર ગાયક નહીં પરંતુ સંગીતના ભગવાન સમાન છે. તેમના ગીતોએ જીવનના દરેક પ્રસંગે આનંદ અને શાંતિ આપી છે. બાળપણથી જ રેડિયો પર કિશોર દાના ગીતો સાંભળીને અનેક પેઢીઓ મોટી થઈ છે.

આજે પણ યુવા પેઢીમાં કિશોર કુમારના ગીતો એટલા જ લોકપ્રિય છે. રેડિયો, એફએમ અને સોશિયલ મીડિયા મારફતે ‘પલ પલ દિલ કે પાસ’ સહિતના અનેક અમર ગીતો દ્વારા ચાહકો તેમને યાદ કરે છે.

કાર્યક્રમ દરમિયાન કિશોર દાના વિશાળ પોસ્ટર સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને તેમના ગીતોના સુર સાથે સમગ્ર માહોલ સંગીતમય બની ગયો હતો.

Reporter: admin

Related Post