News Portal...

Breaking News :

કૌન બનેગા વિપક્ષી નેતાની ચુંટણીમાં થયું મતદાન: અમી રાવત મતદાનથી રહ્યા અળગા...પીઢ અને ઝૂઝારું નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ઉર્ફ ભથ્થુભાઈ વિપક્ષ નેતા

2024-07-23 16:19:50
કૌન બનેગા વિપક્ષી નેતાની ચુંટણીમાં થયું મતદાન: અમી રાવત મતદાનથી રહ્યા અળગા...પીઢ અને ઝૂઝારું નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ  ઉર્ફ ભથ્થુભાઈ વિપક્ષ નેતા







  હું,બાવો અને મંગળદાસની કહેવત ગુજરાતમાં ખૂબ જાણીતી છે.વડોદરા મનપામાં કોંગ્રેસ પક્ષની હાલત એ કહેવત જેવી જ છે.એક પછી એક ચુંટણીઓમાં કોંગ્રેસી સદસ્યોની સંખ્યા ઘટતી ગઈ અને હાલમાં માત્ર ૭ ની રહી છે.ક્યારેક મોટી બહુમતી થી અને વર્ષો સુધી નગરનું શાશન સૂત્ર સંભાળનાર પક્ષ હાલમાં વડોદરા મનપામાં તો મરવાના વાંકે જીવવાની હાલત છે.છતાં,આ હું, બાવો અને મંગળદાસો વચ્ચે શહેરીજનો ના હિતમાં,પક્ષના હિતમાં એક થઈને સબળ વિરોધપક્ષની ભૂમિકા ભજવવાનો ઉત્સાહ નથી,એકતાનો સંકલ્પ નથી,તમામ તાકાત લગાવીને ભાજપનો મુકાબલો કરવાનું કૌશલ્ય નથી.
   વડોદરા મનપાના વર્તમાન બોર્ડમાં ગણતા આંગળીના વેઢા વધી પડે એટલા સાત સભ્યો છે. છતાં,વિરોધ પક્ષના નેતાની સર્વ સંમતિ થી વરણી ના કરી શકાઈ એ ખૂબ શરમજનક છે.
   અને આ ચુંટણી વડોદરામાં ના યોજી શકાઇ એ એનાથી પણ વધુ શરમજનક છે. જે ઘરના લોકો આફતમાં સાથે ના રહી શકે એ ઘર સારા દિવસોની અપેક્ષા રાખી જ ના શકે એવું થઈ રહ્યું છે.
 


મનપા ચુંટણીમાં ખદબદતો જૂથવાદ હારનું એક મુખ્ય કારણ રહ્યું.તેના લીધે ઈજ્જત બચે એટલા સભ્યો પણ ના ચુંટાયા છતાં બધા પરસ્પર લડવામાં ગુલતાન છે અને સત્તા પક્ષ એમની મઝા લે છે.
    આજે નાછૂટકે કરવી પડેલી વિપક્ષી નેતાની ચુંટણીમાં વિદાય લેતા વિપક્ષી નેતા અમી રાવત મતદાનથી અળગા જ રહ્યાં.
   એટલે ૬ નગર સેવકોએ મતદાન કર્યું જેમ પીઢ અને ઝૂઝારું નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ  ઉર્ફ ભથ્થુભાઈને ૪ મત અને લડવૈયા પૂર્વ વિધાર્થી નેતા ઝહા દેસાઈ - ભરવાડને ૨ મળ્યા.એમને નેતા અને ઉપનેતાની જવાબદારી સોંપવામાં આવી.
  બંને આક્રમક લડવૈયા છે એટલે સત્તા પક્ષની મનમાની સામે અવાજ નિશ્ચિત ઉઠાવશે.પરંતુ આ વરણી સર્વ સંમતિ થી થઈ શકી હોત.તો વિપક્ષી એકતાનો સંદેશ  જાત.
  


રાહુલ ગાંધી પદયાત્રા કરે છે,દેશમાં વાતાવરણ ઊભું કરે છે,વિરોધ પક્ષો વચ્ચે એકતા સધાય એ માટે ઉદાર વલણ રાખે છે.પરિણામે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ અને એકત્રિત વિરોધ પક્ષ બહેતર પ્રદર્શન કરી શક્યો છે.
  ત્યારે વડોદરા મનપામાં જો વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ આંતરિક એકતા જ ના સાધી શકે તો હવે પછીની ચુંટણીઓમાં ભાજપ ને કેવી રીતે સબળ પડકાર આપી શકશે? સુરત મનપામાં કોંગ્રેસનો એક પણ સભ્ય નથી.રાજકોટમાં એક સભ્ય છે,અમદાવાદ મનપામાં આંગળીના વેઢે ગણાય એટલાં જ સભ્યો છે.આ સ્થિતિ ચાલુ રહે તો આગામી ચુંટણીમાં વડોદરા મનપા વિપક્ષ મુક્ત બને તો નવાઈ ના પામતા

Reporter: admin

Related Post