રાજકારણમાં પકડાઈ ના જાઓ, કૌભાંડમાં નામ ન ખુલે ત્યાં સુધી ત્રીપુંડધારી થઈને નેતાઓનાં વેશમાં ફરવું એ શ્રેષ્ઠ કળા છે.
સમાજમાં સૌથી અધર્મી રાજકારણી એ છે કે જે પોતે અત્યંત અધર્મી હોવા છતાં સમાજમાં- મતદાતાઓમાં એવી છાપ ઊભી કરે કે પોતે અત્યંત ધાર્મિક છે અને બીજા સાથી નેતાઓ ભ્રષ્ટાચારી અને અધર્મી છે. કાકાએ સાત ટર્મમાં શું કર્યું ? વડોદરાને શું આપ્યું ? શિવજીની મૂર્તિ ? તે પણ NRI દાતાઓ, કોન્ટ્રાક્ટરો, બિલ્ડરો, ભૂમાફિયાઓ પાસેથી કરોડોનું દાન પડાવીને. દર વર્ષે શિવજીની યાત્રા કરાવીને ભગત હોવાનો ડોળ કરવાનો.યાત્રાએ જતા પહેલા ગામમાં જાહેરાત કરવાની કે હું ડૂબકી લગાવવા જઈ રહ્યો છું.પાપ ધોવા જઈ રહ્યો છું. કુંભ સ્નાન કરવા જતા પહેલા પોસ્ટ મુકીને સેવા કરનારા પ્રમુખની ઈચ્છા વ્યક્ત કરી.સૌ વૈષ્ણવજનો,નેતાઓ,અંધભક્તોને સેવા કરનારા પ્રમુખનો મતલબ સમજાવતા ગયા.તેમની મેલી માનસિકતા જાહેર થઈ.બીજા કમાઈ ગયા અને હું રહી ગયો.પોતે આખી જીંદગી,વર્ષો સુધી ભ્રષ્ટાચારમાં ડુબકી લગાવતા રહ્યા,મતદાતાઓને મૂર્ખ બનાવતા રહ્યા,હવે શાહી સ્નાન કરીને પાપ ધોશે.
કાકાએ,પોતાનાં જ કાકાના બોગસ વીલ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની ઝેરોક્ષનાં આધારે, મરણનાં દાખલા વગર રાતોરાત એન્ટ્રી પડાવી કરોડોની જમીનના માલિક બની બેઠા છે,તે સૌ કોઈ નેતાઓ જાણતા થઈ ગયા છે. કાકાનાં બીજા અનેક કૌભાંડ-કરતૂતો છે. તેમનાં કરોડો રુપિયા જમીનોમાં,પેટ્રોલ પંપમાં,ખાનગી કોન્ટ્રાકટોમાં,બિલ્ડર-કોન્ટ્રાક્ટર લોબીમાં જ ફરી રહ્યા છે,કોણ નથી જાણતું. તકવાદી કાકા હવે કુંભના મેળામાં જઈને શાહી સ્નાન કરી,ડુબકી લગાવી,પોતાનાં પાપ ધોશે.પરત આવી પ્રચાર-પ્રંપચથી એ ધાર્મિક તરીકેની પોતાની પ્રતિષ્ઠા યેનકેન પ્રકારે ઉભી કરાવશે.પોતાનો અધર્મ એટલે સુખ અને બીજાનો અધર્મ એટલે દુઃખ. સેવા કરનારા નેતાઓ વડોદરાની જનતાનાં નસીબ નથી.એક થી ત્રણ ટર્મનાં સાંસદ હોય કે એક થી સાત ટર્મ ધારાસભ્ય બનનારા હોય કે બે ટર્મનાં પ્રમુખ હોય,વડોદરા લૂંટાતું રહ્યું છે. ટુંકા ગાળામાં ૫૦૦-૧૦૦૦ કરોડનાં આસામી કેવી રીતે થવાય તેની ગુપ્ત કળા તો વડોદરાનાં પીઢ બહુરુપિયા નેતાઓ પાસે જઈ તેમનાં ચેલા બનીને જ શીખવું પડે. અધિકારીઓ-નેતાઓ-કોન્ટ્રાક્ટરો-બિલ્ડરો સાથે રહી સહિયારો ભ્રષ્ટાચાર કઈ રીતે કરવો તે વડોદરાનાં કુબેર-નેતાઓ પાસે શીખવું પડે.વડોદરાની જનતાએ ગર્વ લેવો જોઇએ કે તેમણે ચૂંટેલા કેટલાય નેતાઓ સાંસદ,મંત્રી,સ્પીકર,દંડક મહામંત્રી,પ્રમુખ,મેયર,ડે.મેયર,સંગઠનનાં ઉંચા હોદ્દા ઉપર રહીને કરોડોપતિ થઈ ગયા.સાત પેઢી સુધી ખૂંટે નહી,તેટલું કમાઈ લીધું.વડોદરાથી ચૂંટાયેલા એકમાત્ર પ્રધાનસેવક જ દેશની સાચી 'સેવા' કરી શક્યા.કરોડો ભક્તો-અંધભક્તો તેમને ચાહે છે.બાકી બધા 'કાકા' સહિતનાં 'સ્વ' નો જ વિકાસ કરી રહ્યા છે.આ જ કારણસર વડોદરાને બિનભ્રષ્ટાચારી પ્રમુખ નથી મળી રહ્યા.સંગઠન પણ ગોટે ચડ્યું છે.
Reporter: admin