ઉતરાયણનો તહેવાર નજીક છે ત્યારે લોકો શાંતિ પ્રિય વાતાવરણમાં તહેવાર ઉજવે તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે

લોકો ઉતરાયણને તહેવાર ધામધૂમથી ઉજવશે પરંતુ લોકોની સુરક્ષા જેમના માથે છે તે વડોદરા શહેર પોલીસ તંત્ર સવારથી મોડી રાત સુધી રસ્તાઓ પર ખડે પગે રહેશે. ઉતરાયણના તહેવાર નિમિત્તે તમામ વિસ્તારોમાં કાયદો અને બંદોબસ્ત જળવાય તે માટે ગોરવા પોલીસ દ્વારા શાંતિ સમિતિની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પીઆઈ કે એન લાઠીયા તથા સેકન્ડ પીઆઈ સીએસ આસુંન્દ્રા દ્વારા શાંતિ સમિતિની ખાસ બેઠકની આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તમામ કોમના લોકો શાંતિથી તહેવાર ઉજવે તે માટેની અપીલ કરાઈ હતી
આ ઉપરાંત લોકોને સમજ અપાઈ હતી કે ચાઈનીઝ દોરી એ લોકોના જાન માટે ખતરનાક સાબિત થઈ છે આ ઉપરાંત પક્ષીઓ માટે પણ જીવલેણ સાબિત થાય છે જેથી લોકોને ચાઈનીઝ દોરાનો ઉપયોગ ન કરવા તથા તુકલનો ઉપયોગ પણ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી પોલીસે લોકોને સમજ કરી હતી કે ચાઈનીઝ દોરી અને તુક્કલનું વેચાણ કરવું ગુનો છે અને જો કોઈ આ પ્રતિબંધિત વસ્તુનો ઉપયોગ કરતી હોય તો તે અંગે પોલીસને જાણ કરવા પણ ગોરવા પોલીસ દ્વારા ખાસ અપીલ કરાઈ હતી
Reporter: admin