ગોવામાં રહીને ગુજરાતમાં દારુનો સપ્લાય કરનાર બિશ્નોઇ ગેંગનો મહત્વનો બુટલેગર સુરેશ બિશ્નોઇને શહેર પીસીબી પોલીસે ગોવાથી ઝડપી લીધો છે.
સુરેશ બિશ્નોઇ સામે શહેરમાં 11 ગુના નોંધાયા છે તો તેની સામે રાજ્યભરના પોલીસ સ્ટેશનમાં પણ ગુના નોંધાયેલા છે.આંતરરાજ્ય ગુનેગાર મોસ્ટ વોન્ટેડ બુટલેગર સુરેશ બિશ્નોઇને ઝડપી લેવામાં શહેર પીસીબી પોલીસને સફળતા મળી છે. સુરેશને ગોવાથી ઝડપી લેવાયો છે. રાજ્યમાં દારુ સપ્લાય કરતી બિશ્નોઇ ગેંગ હરિયાણા અને ગોવાથી દારુ લાવે છે ત્યારે પોલીસે ગોવામાં રહીને દારુ સપ્લાય કરતા સુરેશને ઝડપી લીધો હતો.
પોલીસ સુત્રોએ કહ્યું કે સુરેશ બિશ્નોઇ સામે શહેરના માંજલપુર, મકરપુરા, હરણી પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધાયેલા છે તથા અણદાવાદના અસલાલી તથા હાલોલ સ, વલસાડના ભીલાડ પોલીસ સ્ટેશ સામે પણ ગુના નોંધાયેલા છે. પોલીસે સુરેશ કેશારામ ઉર્ફે ક્રિષ્ણારામ બિશ્નોઇ વોન્ટેડ હતો અને બાતમીના આધારે પોલીસ ટીમ ગોવા જઇને સુરેશને દબોચી લીધો હતો,.પોલીસ ટીમે ગોવા જઇને ભાડુઆત તરીકે રહી હતી અને મકાનો શોધવા માટે ત્રણ દિવસ સુધી સુરેશ જ્યાં રહેતો હતો તે વિસ્તારમાં રેકી કરી
Reporter: admin