News Portal...

Breaking News :

શિક્ષણ સમિતિના સભ્ય તરીકે જીગ્નેશ સોનીની બિનહરીફ વરણી થઈ

2024-07-18 16:36:51
શિક્ષણ સમિતિના સભ્ય તરીકે જીગ્નેશ સોનીની બિનહરીફ વરણી થઈ


ભાજપના અનેક સંભવિત નામોને પાછળ રાખીએ સંઘ સાથે જોડાયેલા જીગ્નેશ સોનીને સૌએ આવકાર્યા લોકસભાના સાંસદ ઉમેદવાર તરીકે ડો.હેમાંગ જોશીનું નામ જાહેર થયા બાદ હાલમાં તેઓ વડોદરાના ભાજપાનાં સાંસદ તરીકે કાર્યરત થયા છે.


આ અગાઉ તેઓ નગર શિક્ષણ સમિતિમાં ઉપાધ્યક્ષ તરીકે હતા.લોકસભાની ચૂંટણી જીત્યા બાદ એક વ્યક્તિ બે પદ પર ના રહી શકે તેવા ભાજપાના નિયમને પગલે શિક્ષણ સમિતિમાં જગ્યા ખાલી પડી હતી.વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો માટે અનેકો નામોની વિચારણા કરવામાં આવી હતી આખરે સંઘ સર્વપરી તેનો ફરીથી એક વખત પરચો જોવા મળ્યો હતો જેમાં જીગ્નેશ સોનીના નામ ઉપર મોહર મારવામાં આવી હતી. ભાજપ દ્વારા જીગ્નેશ સોનીને મેન્ડેટ આપવામાં આવ્યો હતો જેમાં આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય તરીકે જીગ્નેશ સોની બિનહરીફ ચૂંટાયા આવ્યા હતા.


આજ રોજ વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ફોર્મ ચકાસણી વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ દ્વારા કરવામાં આવી હતી જેમાં ભાજપના મેન્ડેટ સાથે એકમાત્ર નામાંકન પત્ર ભરનાર ઉમેદવારનું ફોર્મ ચકાસવામાં આવ્યું હતું. સંઘ સાથે વર્ષોથી જોડાયેલા જીગ્નેશ સોનીના નામવાળા ફોર્મને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા આધારભૂત દસ્તાવેજોની ચકાસણી બાદ સ્વીકારવામાં આવ્યું હતું. જીગ્નેશ સોનીનું ગેઝેટમાં નામ આવ્યા બાદ તેઓ કાયદેસર રીતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય તરીકે ગણવામાં આવશે. જીગ્નેશ સોનીની બિનહરીફ વરણી થયા બદલ તેમના સમર્થકો દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું અને પુષ્પહાર પહેરાવી તેમજ મોઢું મીઠું કરાવી તેમનો સત્કાર કરવામાં આવ્યો હતો.

Reporter: admin

Related Post