વડોદરામાં આજે જય અંબે કાર્તિક સ્વામી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય 55 પગુણી ઉથીરામ કાવડી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું.

આ પાવન યાત્રામાં દક્ષિણ ભારતના તમિલ સમાજના 200 થી વધુ શ્રદ્ધાળુઓ, જે વડોદરામાં વસવાટ કરે છે, મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.શોભાયાત્રા સુસાગર તળાવથી શરૂ થઈ અને શહેરના વિવિધ માર્ગો પસાર થઈને જય અંબે કાર્તિક સ્વામી મંદિરે પહોંચી હતી. આ મંદિરનું ઐતિહાસિક મહત્વ છે અને તેનો ઈતિહાસ વધુને વધુ 100 વર્ષ જૂનો છે.

આજરોજનું વિશેષ મહત્વ પણ રહ્યું—શિવ-પાર્વતીજી તથા નારાયણ-લક્ષ્મીજીના લગ્નનું પવિત્ર દિવસ હોવાને કારણે ભગવાન કાર્તિક સ્વામી અને દેવી વલ્લી દેવસેનાના લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.સાંજ સમયે દેવ લગ્ન બાદ મહાપ્રસાદના રૂપમાં ભંડારાનું આયોજન પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં શહેરના અનેક ભક્તો જોડાશે.આ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રસંગે ભક્તિભાવ, સમર્પણ અને સમાજિક એકતા જોવા મળી, જે વડોદરાની ધર્મપ્રેમી સંસ્કૃતિનું પ્રતિબિંબ છે.






Reporter: admin