વડોદરા: દશામાંનો તહેવાર લોકો ખુબ શ્રદ્ધા પૂર્વક ઉજવે છે.માઁ ની કૃપાથી લોકોના દુઃખ દૂર થાય છે, પરંતુ અમુક હિંસક તત્વો આ ધાર્મિક તહેવારમાં પણ હિંસક વાતાવરણ ઉભું કરે છે. આવો એક બનાવ કિસનવાડીના એક યુવક સાથે બન્યો.
દશામાંના તહેવારમાં ગુરુવારના રોજ નાચતા નાચતા આ યુવક પર 15 થી 16 જાણે મારામાં મારી કરી અને ઈજાગ્રસ્ત કર્યો હતો. આ યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો, જાણવા મળ્યું છે કે કિસનવાડી વુડાના મકાન, બ્લોક 13 મા રહેતો પિયુષ ઠાકોરને અચાનક આવીને ઢોર માર માર્યો હતો. ઈજાગ્રસ્ત થતા યુવકને SSG હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રાખવામાં આવ્યો હતો.
પરંતુ આ સારવાર દરમિયાન પિયુષ ઠાકોરે પોતાનો જીવ ગુમાવ્યો છે. વધુ માહિતી મુજબ યુવક પિયુષના મિત્રોનું કેહવુ છે જે લોકો ટોળામા મારતા હતા એમાંથી 2 કે 3 જ્ણ નો ચેહરો જાણીતો છે, પોતાની નારાજગી વ્યક્ત કરતા તેમણે કહ્યું કે પિયુષને ન્યાય મળવો જોઈએ, એની સાથે ખોટી રીતે મારામારી થઈ હતી.
Reporter: admin