News Portal...

Breaking News :

ઈઝરાયલની સેનાના સતત ઈરાનમાં હુમલા કરી ઈરાનના પાટનગર તહેરાનમાં મોટી ઈમારતો ધ્વસ્ત

2026-03-03 09:33:57
ઈઝરાયલની સેનાના સતત ઈરાનમાં હુમલા કરી ઈરાનના પાટનગર તહેરાનમાં મોટી ઈમારતો ધ્વસ્ત


તહેરાન : અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન યુદ્ધનો ચોથો દિવસ છે. ઈઝરાયલ અને અમેરિકાએ ભેગા થઈને ઈરાન પર કરેલા હુમલા બાદ મિડલ ઈસ્ટમાં યુદ્ધ શરૂ થયું છે. 

ઈરાને વળતો જવાબ આપવા ઈઝરાયલની સાથે સાથે ગલ્ફ દેશો પર પણ હુમલા કર્યા છે. સામે પક્ષે ઈઝરાયલની સેના પણ સતત ઈરાનમાં હુમલા કરી રહી છે. ઈરાનના પાટનગર તહેરાનમાં મહત્ત્વની ઈમારતો ધ્વસ્ત કરવામાં આવી રહી છે. સૌથી વધુ મૃત્યુ પણ ઈરાનમાં જ થયા છે. બીજી તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જરૂર પડી તો તેઓ અમેરિકાની સેના ઈરાનમાં તૈનાત કરવા તૈયાર છે. ઈરાને 'હોર્મુઝ સ્ટ્રેટ' બંધ કરવાની જાહેરાત કરી છે અને ચેતવણી આપી છે કે જે પણ જહાજ ત્યાંથી પસાર થશે, તેને આગ લગાવી દેવામાં આવશે. IRGCનો દાવો છે કે તેણે કુવૈતમાં અમેરિકી સૈનિકોના આરફજાન બેઝ પર 10 ડ્રોન દ્વારા હુમલો કર્યો છે અને નિશાન સાધવામાં સફળતા મેળવી છે.રિયાધમાં અમેરિકાની એમ્બેસી પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો. 


જોકે હુમલા સમયે ત્યાં કોઈ હાજર ન હોવાના કારણે જાનહાનિના કોઈ સમાચાર નથી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે ઈરાન વિરુદ્ધનું સૈન્ય અભિયાન લગભગ ચાર સપ્તાહ સુધી ચાલી શકે છે. તેમણે ઈરાનની મિસાઈલ અને પરમાણુ ક્ષમતાઓને ખતમ કરવાનું વચન આપ્યું છે.ટ્રમ્પે ઈરાન સંઘર્ષ મુદ્દે રવિવારે ઈરાકના કુર્દ નેતાઓ સાથે ફોન પર વાતચીત કરી છે.ઈઝરાયલની સેના મંગળવારે સવારથી લેબનોનના પાટનગર બેરૂતમાં હિઝબુલ્લાહના કમાન્ડ સેન્ટર અને શસ્ત્રોના ડેપો પર બોમ્બમારો કરી રહી છે.UAEના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે તેમની એર ડિફેન્સ સિસ્ટમ ઈરાન તરફથી છોડવામાં આવેલી બેલિસ્ટિક મિસાઈલોનો સામનો કરી રહી છે.તેહરાનમાં વિસ્ફોટ: ઈરાનની સરકારી મીડિયાએ જણાવ્યું કે ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન બ્રોડકાસ્ટિંગ (IRIB) હેડક્વાર્ટર પાસે બે વિસ્ફોટ થયા હતા, જે ઈઝરાયેલના હુમલાનો ભાગ હતા.અમેરિકાએ પોતાના નાગરિકો માટે નવી એડવાઈઝરી જાહેર કરી છે. અમેરિકાએ બહેરીન, ઈજિપ્ત, ઈરાન, ઈરાક, ઈઝરાયેલ, લેબનોન, સાઉદી અરેબિયા અને કતાર સહિત એક ડઝનથી વધુ દેશોમાં રહેતા પોતાના નાગરિકોને તાત્કાલિક દેશ છોડવા નિર્દેશ આપ્યા છે. જોર્ડનમાં અમેરિકન એમ્બેસીના સ્ટાફને ધમકીઓને કારણે સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યો છે.

Reporter: admin

Related Post