News Portal...

Breaking News :

ટ્રમ્પની ધમકી સામે ઈરાનનો અનોખો વિરોધ

2026-04-07 11:17:35
ટ્રમ્પની ધમકી સામે ઈરાનનો અનોખો વિરોધ


મુખ્ય પાવર પ્લાન્ટ્સની આસપાસ 'હ્યુમન ચેઈન' (માનવ સાંકળ) બનાવવા માટે આહ્વાન કર્યું 
તહેરાન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે આપવામાં આવેલી ડેડલાઈન નજીક આવતા જ ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. 


ટ્રમ્પે અત્યંત આક્રમક વલણ અપનાવતા ચેતવણી આપી છે કે જો નિર્ધારિત સમયમાં તેમની શરતો પૂરી કરવામાં નહીં આવે, તો એક જ રાતમાં ઈરાનના તમામ પાવર પ્લાન્ટ્સ અને બ્રીજને નેસ્તનાબૂદ કરી દેવામાં આવશે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે આ વખતે તેઓ કોઈ પણ સંજોગોમાં પાછળ હટશે નહીં અને તેમના મતે ઈરાનના નાગરિકો આઝાદી માટે આ વેદના સહન કરવા પણ તૈયાર છે.ટ્રમ્પની આ ધમકીના જવાબમાં ઈરાને પ્રતીકાત્મક વિરોધ અને સુરક્ષા માટે એક અનોખું અભિયાન શરૂ કર્યું છે. ઈરાનના રમતગમત અને યુવા મંત્રાલયે દેશના યુવાનો, રમતવીરો અને કલાકારોને મંગળવારે બપોરે 2:00 વાગ્યે દેશના મુખ્ય પાવર પ્લાન્ટ્સની આસપાસ 'હ્યુમન ચેઈન'(માનવ સાંકળ) બનાવવા માટે આહ્વાન કર્યું છે. 


બ્રાઈટ ફ્યુચર નામ હેઠળ આયોજિત આ કાર્યક્રમ દ્વારા ઈરાન દુનિયાને સંદેશ આપવા માંગે છે કે તેના યુવાનો દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની રક્ષા કરવા માટે કટિબદ્ધ છે. ઉલ્લેખનીય છે કે આ માનવ સાંકળ ટ્રમ્પની ડેડલાઈન પૂરી થવાના લગભગ 13 કલાક પહેલા બનાવવામાં આવશે.ઈરાને અમેરિકાના 45 દિવસના યુદ્ધવિરામના પ્રસ્તાવને ફગાવી દીધો છે. ઈરાનનું કહેવું છે કે તેમને કામચલાઉ નહીં પરંતુ કાયમી યુદ્ધવિરામ જોઈએ છે અને એવી ગેરંટી જોઈએ છે કે તેમના પર ફરીથી હુમલો કરવામાં નહીં આવે. પાકિસ્તાન જેવા મધ્યસ્થી દેશો દ્વારા હજુ પણ વાતચીત ચાલુ હોવાના અહેવાલો છે, પરંતુ સ્થિતિ અત્યંત નાજુક છે. દરમિયાન, ઈઝરાયલે પણ ઈરાનના પેટ્રોકેમિકલ પ્લાન્ટ પર હુમલો કરીને દબાણ વધાર્યું છે.

Reporter: admin

Related Post