દિલ્હી : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ દેશના હવામાનને અસર થઈ છે.
હવામાન વિભાગના કહેવા પ્રમાણે આગામી ત્રણેક દિવસ અનેક રાજ્યોમાં વરસાદ, તોફાન અને કરાં પડવાની શક્યતા છે. કમોસમી વરસાદના કારણે ઘણાં રાજ્યોમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ઉત્તર ભારતમાં વીજળી પડવાની ભીતિ હોવાથી એલર્ટ જારી કરાયો છે. જમ્મુ-શ્રીનગર હાઈવે પર ભૂસ્ખલન થતાં રોડ બંધ થઈ ગયો હતો. તેના કારણે અનેક વાહનો રસ્તા પર જ ફસાઈ ગયા હતા.હવામાન વિભાગે ચેતવણી આપી હતી એ પ્રમાણે દેશના ૪૦ ટકા હિસ્સામાં વરસાદ અને કરાં પડવાની શક્યતા છે.
ભારે પવન સાથેનું તોફાન પણ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર સહિતના રાજ્યોમાં ત્રાટકી શકે છે. ઉત્તર ભારતમાં વીજળી પડવાની ભીતિ હોવાથી લોકોને વરસાદ થતો હોય ત્યારે ખુલ્લા મેદાનોમાં ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. રાજસ્થાન, દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, મધ્યપ્રદેશ, ઝારખંડ ઉપરાંત જમ્મુ-કાશ્મીર, હિમાચલમાં હળવોથી ભારે વરસાદ પડયો હતો. હજુય આગામી ત્રણ દિવસ વરસાદની શક્યતા છે.
Reporter: admin







