નિઝામપુરા જૈન સંઘ પાઠશાળા ના બાળકો વિજય બન્યા.સાત સાત ઓવર દ્વારા ક્રિકેટની જેમ જ ધાર્મિક પ્રશ્નો સ્વરૂપે બોલ નાખવામાં આવ્યા.IPL નું નામ આવે એટલે આપણને ક્રિકેટ જ દેખાય પરંતુ વડોદરા માં જૈન પાઠશાળા સંગઠન દ્વારા lPL એટલે કે ઇન્ટર પાઠશાળા લીગ યોજાઇ હતી.
આજે શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલ સૌરાષ્ટ્ર જૈન ભવન ખાતે lPL નું આયોજન થતાં જૈનો તથા પાઠશાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ipl ની જેમ જ વિશાળ સ્ક્રીન ગોઠવવામાં આવી હતી અને જુદી જુદી ફાઇનલમાં આવેલી નવ ટીમો બેસાડવામાં આવી હતી. આજે ફાઇનલ રમાઈ તે પહેલા કારેલીબાગ જૈન સંઘ અલકાપુરી જૈન સંઘ અને લાલબાગ જૈન સંઘ ખાતે સેમિ ફાઇનલ રમાડવામાં આવી હતી અને તેમાં વિજેતા પાઠશાળાના બાળકો આજે ipl ફાઇનલમાં રમ્યા હતા એમ વડોદરા પાઠશાળાના સંગઠનના અગ્રણી વિકાસ શાહે જણાવ્યું હતું. દરમિયાનમાં પાઠશાળા સાથે સંકળાયેલા તુષાર શાહે જણાવ્યું હતું કે આમાં જે ક્વિઝ યોજાઇ તેમાં જુદાં જુદાં ધાર્મિક પ્રશ્નો દ્વારા આપણે કયા કયા પાપો કરીએ છીએ અને પાપ માંથી કેવી રીતે મુક્ત રહી શકીએ તેને સંબંધિત પ્રશ્નો નો જે કોર્સ ડિઝાઇન કર્યો હતો તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા અને બધા બાળકોએ ખૂબ સુંદર જવાબો આપ્યા હતા.અલકાપુરી પાઠશાળાના શિક્ષિકા ખુશ્બુબેન વોરાએ જણાવ્યું હતું કે આઈપીએલની આ ફાઇનલમાં નિઝામપુરા જૈન સંઘ ની પાઠશાળાના બાળકો તથા લાલબાગ જૈન સંઘ પાઠ શાળાના બાળકો વચ્ચે ભારે રસાકસી ભરી ફાઈનલ રમાઈ હતી જેમાં નેમજી નાઈટ રાઇડર નિઝામપુરા ટીમ પાઠશાળા ના બાળકો નો ભવ્ય વિજય થયો હતો.
આ ipl માં ત્રણ ઇનામો આપવામાં આવ્યા હતા જેમાં પ્રથમ ઇનામ અને ટ્રોફી નિઝામપુરા જૈન સંઘના પાઠ શાળાના બાળકો ને આપવામાં આવી હતી બીજું ઇનામ ચિંતામણી ચેમ્પિયન ટીમ લાલબાગ જૈન સંઘ પાઠશાળા ના બાળકો અને ત્રીજું ઇનામ પાશ્વ પેન્થર ટીમ ભાગ્યવર્ધક જૈન સંઘ પાઠશાળાના બાળકોને આપવામાં આવ્યું હતું. આઇપીએલ સ્ટાઇલમાં મોટા ચેક 11000 , 9000 તથા 7000 એમ બાળકોની ટીમને આપવામાં આવ્યા હતા દરમિયાનમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આપણે જાણે-અજાણે કેવા પાપ કરીએ છીએ, એની સજા શું હોય છે, અને આ પાપ માંથી કેવી રીતે બચી શકાય તે માટે એક સુંદર કોર્સ પાઠશાળા જૈન સંગઠન દ્વારા બનાવવામાં આવ્યો છે તે દરેક જૈને અચૂક વાંચવો રહ્યો અને જીવનમાં ઉતારવો રહ્યો જેથી આપણા આગળના ભવ બહુ ઓછા થઈ શકે અને જલ્દી થી શાશ્વત સુખ મોક્ષ ની પ્રાપ્તિ થઈ શકે.આજના કાર્યક્રમમાં સમસ્ત વડોદરા શહેર જૈન સંઘ ના પ્રમુખ દીપકભાઈ શાહ અલકાપુરી સંઘના પ્રમુખ સીએ હિંમતભાઈ શાહ, પરમ વેલફેર સંઘના દિપક ગાંધી, સુમનદીપ વિદ્યાપીઠ ના ડોક્ટર દીક્ષિત શાહ, એલર્ટ યુવાન મનીષભાઈ શાહ સહિત વડોદરાના જૈન સંઘના પ્રમુખો ટ્રસ્ટીઓ તથા પાઠશાળાના બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
Reporter: News Plus