એક લીટર દૂધ, 11 ચમચી ખાંડ, બે ચમચી કોન્ફલોર, એક ચમચી ચાયના ગ્રાસ, ચાર ચમચી મિલ્ક પાવડર, એક કપ ક્રીમ, એક કપ સીતાફળનો માવો, પા ચમચી વેનીલા એસેન્સ જરૂરી છે.
સીતાફળના માવાને મિક્ષરમાં ક્રશ કરવું. એક લીટર દૂધ માં પાંચ સીતાફળ લેવા. દૂધ ઉકાળી અડધું થાય પછી ખાંડ ઉમેરી પાંચ મિનિટ ઉકાડવું. કોન્ફલોર ઠંડા પાણીમાં ઓગાળીને નાખી ઉકળવા દેવું. દસ મિનિટ પછી ગેસ બન્ધ કરી તરત ચાયના ગ્રાસ ઠન્ડા દૂધમાં ઉકાળીને ઉમેરવા. મિલ્ક પાવડર પાણીમાં ઓગાળીને દૂધમાં ઉમેરવા.
દૂધ ઠન્ડુ પડે એટલે ક્રીમ ઉમેરવી. એસેન્સ ઉમેરવું. સીતાફળનો માવો ઉમેરી મિક્સરમાં ગ્રેન્ડ કરવું. તૈયાર થયેલ મિક્ષર એલ્યૂમીનિયમના ડબામાં ભરીને ફ્રિજરમાં જમાવવું. જામી ગયા પછી આઈસક્રીમ લિસો થાય તતમ્યા સુધી ક્રશ કરવો. આંઉં ફ્રિજમાં સેટ કરી મુકવો. ખુબ ઝડપથી સીતાફળ આઈસક્રીમ તૈયાર થઇ જશે.
Reporter: admin