News Portal...

Breaking News :

અવનવી વાનગી : કાજુ ગાંઠિયાનું શાક

2024-12-14 15:59:53
અવનવી વાનગી : કાજુ ગાંઠિયાનું શાક


કાજુ ગાંઠિયા બનાવવા માટેની સામગ્રી 100 ગ્રામ કાજુ ( કલાક પેહલા પલાળી લેવા ), 100 ગ્રામ ગાંઠિયાનો ભૂકો, 100 ગ્રામ ગાંઠિયા, ટામેટા અને ડુંગળીની ગ્રેવી, 50 ગ્રામ ચવાણું, તમાલ પત્ર, લવિંગ, તજ, તેલ જરૂર પ્રમાણે, મીઠુ અને પાણી જરૂર પ્રમાણે, એક ચમચી લાલ મરચું, એક ચમચી ધાણાજીરું, અડધી ચમચી ગરમ મસાલો જરૂરી છે.


એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો.તેલ ગરમ થયાં પછી ગ્રેવી ઉમેરી સતત ધીમી આંચ પર હલાવતા રહો. હવેત તેમાં લવિંગ, તજ, તમાલપત્ર ઉમેરી લો. હવે બધા મસાલા ઉમેરી મિક્સ કરો. હવે તેમાં ગાંઠિયાનો ભૂકો, ચવાણું ઉમેરી પેલાળેલા કાજુ ઉમેરી લો. બધું બરોબર મિક્સ કરી શાક ને ઉતારી લો. આ શાકમાં કોથમીર ઉમેરી શકાય છે.આ શાક રોટલા સાથે ખાવુ ખુબ સરસ લાગે છે.

Reporter: admin

Related Post