News Portal...

Breaking News :

ભારતીય મૂળના શંખ મિત્રા બન્યા વિશ્વના બીજા સૌથી વધુ વેતન મેળવનારા CEO, મળ્યું 821 મિલિયન ડોલરનું પેકેજ

2026-06-26 15:17:19
ભારતીય મૂળના શંખ મિત્રા બન્યા વિશ્વના બીજા સૌથી વધુ વેતન મેળવનારા CEO, મળ્યું 821 મિલિયન ડોલરનું પેકેજ

ભારતીય મૂળના શંખ મિત્રાએ વૈશ્વિક કોર્પોરેટ જગતમાં એક નવો કીર્તિમાન સ્થાપ્યો છે. અમેરિકાની વરિષ્ઠ નાગરિકો માટે રહેણાંક અને આરોગ્ય સેવાઓ પર કેન્દ્રિત રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (REIT) વેલટાવરના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) તરીકે કાર્યરત શંખ મિત્રાને વર્ષ 2023 માટે 821 મિલિયન ડોલર (આશરે ₹7,061 કરોડ)નું વેતન પેકેજ મળ્યું છે.

આ વિશાળ પેકેજ સાથે શંખ મિત્રા વિશ્વના બીજા સૌથી વધુ વેતન મેળવનારા CEO બન્યા છે. તેમની આગળ માત્ર એલન મસ્ક છે, જેમને ટેસ્લા તરફથી કુલ 158.4 બિલિયન ડોલરનું વળતર પેકેજ મળ્યું હતું.
અહેવાલ મુજબ, શંખ મિત્રાના વેતન પેકેજનો મોટો હિસ્સો સ્ટોક ગ્રાન્ટના સ્વરૂપમાં આપવામાં આવ્યો છે. તેમનું કુલ વળતર અગાઉના વર્ષની સરખામણીએ અંદાજે 40 ટકા વધ્યું છે.

શંખ મિત્રા ઓક્ટોબર 2020થી વેલટાવરના CEO તરીકે કામગીરી સંભાળી રહ્યા છે. તેમના નેતૃત્વ હેઠળ કંપનીએ ડેટા આધારિત રોકાણની વ્યૂહરચના, વ્યૂહાત્મક અધિગ્રહણ અને હેલ્થકેર રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં નોંધપાત્ર વિસ્તરણ કરીને સતત વિકાસ હાંસલ કર્યો છે. વરિષ્ઠ નાગરિકો માટેની રહેણાંક અને આરોગ્ય સુવિધાઓના ક્ષેત્રમાં કંપનીને મજબૂત સ્થાન અપાવવામાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.
શંખ મિત્રાની આ સિદ્ધિ વૈશ્વિક કોર્પોરેટ ક્ષેત્રમાં ભારતીય મૂળના વ્યાવસાયિકોની વધતી પ્રતિષ્ઠા અને નેતૃત્વ ક્ષમતાનું વધુ એક મહત્વપૂર્ણ ઉદાહરણ માનવામાં આવી રહી છે.

Reporter: admin

Related Post