News Portal...

Breaking News :

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આદિવાસી સાંસ્કૃતિક વારસાના સંવર્ધન માટે SoU ઓથોરિટી અને ટ્રાઇબલ રિસર્ચ સોસાયટી વચ્ચે મહત્વપૂર્ણ MoU

2026-06-26 14:22:50
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આદિવાસી સાંસ્કૃતિક વારસાના સંવર્ધન માટે SoU ઓથોરિટી અને ટ્રાઇબલ રિસર્ચ સોસાયટી વચ્ચે મહત્વપૂર્ણ MoU

એકતા નગર ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આદિવાસી સાંસ્કૃતિક વારસાના સંવર્ધન માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી (SoU) અને ગુજરાત ટ્રાઇબલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સોસાયટી વચ્ચે મહત્વપૂર્ણ સમજુતી કરાર (MoU) કરવામાં આવ્યો છે.


આ કરાર હેઠળ આગામી વર્ષોમાં પણ આ કાર્યક્રમો નિયમિત રીતે ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓને ભારતની સાંસ્કૃતિક વિવિધતામાં એકતાનો સંદેશ આપવા આ પ્રયાસ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે.
SoU ઓથોરિટી તરફથી અધિક કલેકટર ગોપાલ બામણીયા અને ગુજરાત ટ્રાઇબલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સોસાયટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉ. સી.સી. ચૌધરી દ્વારા આ MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ પહેલ હેઠળ છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, તાપી, મહીસાગર અને વલસાડ જિલ્લાના કુલ 14 પરંપરાગત આદિવાસી નૃત્યોની પ્રસ્તુતિ કરવામાં આવનાર છે, જેમાં રાઠવા નૃત્ય, ગેર નૃત્ય, પાવરી નૃત્ય, ટીમલી નૃત્ય સહિતના લોકનૃત્યોનો સમાવેશ થાય છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આદિવાસી લોકકલાઓનું સંરક્ષણ, સ્થાનિક કલાકારોને મંચ પૂરો પાડવો અને પ્રવાસીઓને ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર સાથે પરિચિત કરાવવાનો છે.
આ સમજુતી કરારને રાજ્યની આદિવાસી સંસ્કૃતિના સંવર્ધન અને સાંસ્કૃતિક પ્રવાસનને નવી દિશા આપનાર મહત્વપૂર્ણ પગલું ગણાવવામાં આવી રહ્યું છે.

Reporter: admin

Related Post