News Portal...

Breaking News :

ભારત-પાકિસ્તાન હોકી મુકાબલો આજે, આગામી રાઉન્ડમાં પહોંચવા ભારત માટે ઓછામાં ઓછું ડ્રો જરૂરી

2026-08-19 11:23:13
ભારત-પાકિસ્તાન હોકી મુકાબલો આજે, આગામી રાઉન્ડમાં પહોંચવા ભારત માટે ઓછામાં ઓછું ડ્રો જરૂરી

હોકી વર્લ્ડ કપ 2026માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ-વોલ્ટેજ મુકાબલો રમાશે. ભારત માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે પાકિસ્તાન સામે જીત અથવા ડ્રો તેને આગામી રાઉન્ડમાં પહોંચાડી શકે છે.

ભારત હાલમાં પૂલ-ડીમાં 3 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે, જ્યારે પાકિસ્તાનના ખાતામાં 1 પોઈન્ટ છે. ભારતને પોતાની છેલ્લી મેચમાં ઈંગ્લેન્ડ સામે 2-4થી હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ, પાકિસ્તાને વેલ્સ સામે ડ્રો રમ્યો હતો.

બંને ટીમો વચ્ચેનો આ મુકાબલો 19 ઓગસ્ટે સાંજે 6:30 વાગ્યે નેધરલેન્ડ્સના એમ્સ્ટેલવીન સ્થિત વેગનર હોકી સ્ટેડિયમમાં રમાશે. ભારતની નજર જીત સાથે આગામી રાઉન્ડમાં સ્થાન નિશ્ચિત કરવા પર રહેશે, જ્યારે પાકિસ્તાન પણ પોતાની સ્થિતિ મજબૂત કરવા મેદાનમાં ઉતરશે.

Reporter: admin

Related Post