News Portal...

Breaking News :

ઈંગ્લેન્ડ સામે હાર બાદ ભારત માટે કરો યા મરોનો મુકાબલો, પાકિસ્તાન સામે જીત જરૂરી

2026-08-18 14:54:57
ઈંગ્લેન્ડ સામે હાર બાદ ભારત માટે કરો યા મરોનો મુકાબલો, પાકિસ્તાન સામે જીત જરૂરી

હોકી વર્લ્ડ કપ 2026માં ભારતીય પુરુષ હોકી ટીમ માટે હવે આગામી મેચ અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે. ઈંગ્લેન્ડ સામે 2-4થી મળેલી હાર બાદ ભારતના ખાતામાં બે મેચમાંથી 3 પોઈન્ટ છે અને ટીમ ગ્રુપમાં બીજા સ્થાને છે. હવે 19 ઓગસ્ટે પાકિસ્તાન સામે રમાનારી મેચ ભારત માટે કરો યા મરો સમાન બની ગઈ છે.

ભારતે ટૂર્નામેન્ટની શરૂઆત વેલ્સ સામે જીત સાથે કરી હતી, પરંતુ બીજી મેચમાં ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ પાકિસ્તાન અને વેલ્સ વચ્ચેની મેચ 3-3થી ડ્રો રહી હતી.

જીતથી ભારતનું સ્થાન નિશ્ચિત

જો ભારત પાકિસ્તાનને હરાવશે તો ભારતીય ટીમ આગામી રાઉન્ડમાં સીધી ક્વોલિફાઈ કરી જશે. આ સ્થિતિમાં ઈંગ્લેન્ડ અને વેલ્સ વચ્ચેની મેચના પરિણામની ભારતને રાહ જોવી પડશે નહીં.
ડ્રો થયું તો સમીકરણ મુશ્કેલ
જો ભારત અને પાકિસ્તાનની મેચ ડ્રો રહે તો ભારતે ઈંગ્લેન્ડ-વેલ્સ મેચના પરિણામ પર નજર રાખવી પડશે. ઈંગ્લેન્ડ જીતે અથવા મેચ ડ્રો રહે તો ભારત આગળ વધી શકે છે. જો વેલ્સ જીતે તો ગોલ ડિફરન્સ મહત્વનું બનશે.

હાર થશે તો બહાર

પાકિસ્તાન સામે ભારત હારી જશે તો પાકિસ્તાનના પોઈન્ટ ભારત કરતાં વધી જશે અને ભારતીય ટીમના આગામી રાઉન્ડમાં પહોંચવાના દરવાજા બંધ થઈ જશે. તેથી હરમનપ્રીત સિંહની આગેવાની હેઠળની ટીમ માટે 19 ઓગસ્ટની મેચ અત્યંત નિર્ણાયક બની છે.

Reporter: admin

Related Post