News Portal...

Breaking News :

ઇન્ડી ગઠબંધનની 'એક સાંધે ત્યાં તેર તૂટે' જેવી સ્થિતિ, સાથી પક્ષોએ જ શરૂ કરી ટીકા

2026-06-09 08:29:27
ઇન્ડી ગઠબંધનની 'એક સાંધે ત્યાં તેર તૂટે' જેવી સ્થિતિ, સાથી પક્ષોએ જ શરૂ કરી ટીકા


ઇન્ડી ગઠબંધનની 'એક સાંધે ત્યાં તેર તૂટે' જેવી સ્થિતિ, સાથી પક્ષોએ જ શરૂ કરી ટીકા

નવી દિલ્હી:એક તરફ ઇન્ડી ગઠબંધન કેન્દ્રની મોદી સરકાર અને એનડીએ સામે એકજૂથ થવાના પ્રયાસો કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ ગઠબંધનની અંદર જ મતભેદો સપાટી પર આવતા જોવા મળ્યા છે. દિલ્હીમાં યોજાયેલી ઇન્ડી ગઠબંધનની બેઠકમાં અનેક સાથી પક્ષોના નેતાઓએ કોંગ્રેસના કામકાજ અને વ્યૂહરચના અંગે ખુલ્લેઆમ સવાલો ઉઠાવ્યા હતા. બેઠકમાં કોંગ્રેસ તરફથી સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી હાજર રહ્યા હતા. ઉપરાંત સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ, તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનર્જી, પીડીપીના મહેબૂબા મુફ્તી, નેશનલ કોન્ફરન્સના ઓમર અબ્દુલ્લા, આરજેડીના તેજસ્વી યાદવ અને શિવસેના (ઉદ્ધવ જૂથ)ના ઉદ્ધવ ઠાકરે સહિત 25 વિપક્ષી પક્ષોના નેતાઓએ બેઠકમાં ભાગ લીધો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ બેઠક દરમિયાન કેટલાક વિપક્ષી નેતાઓએ કોંગ્રેસ પર મહત્વના જનહિતના મુદ્દાઓને અસરકારક રીતે ઉઠાવવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો હતો. નેતાઓએ જણાવ્યું કે ગઠબંધનની સૌથી મોટી પાર્ટી તરીકે કોંગ્રેસે પ્રાદેશિક પક્ષોને સાથે લઈને આગળ વધવાની વધુ જવાબદારી નિભાવવી જોઈએ.

9બેઠકમાં ડાબેરી પક્ષોના નેતાઓએ પણ કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કેરળમાં ચૂંટણી દરમિયાન ડાબેરીઓને ભાજપની 'બી ટીમ' તરીકે રજૂ કરવામાં આવ્યા હોવાનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે તેમની રાજકીય પ્રતિબદ્ધતા પર સવાલ ઉઠાવવો યોગ્ય નથી. સાથે જ ગઠબંધનના મહત્વના મુદ્દાઓ પર અસરકારક કાર્યવાહી ન થવા બદલ કોંગ્રેસની ટીકા કરવામાં આવી હતી.આ ટીકા સામે રાહુલ ગાંધીએ જવાબ આપતાં જણાવ્યું હતું કે કોંગ્રેસે વિવિધ પ્રાદેશિક અને રાષ્ટ્રીય મુદ્દાઓને સતત ઉઠાવ્યા છે અને ગઠબંધનની એકતા જાળવવા માટે પ્રયાસો કર્યા છે.અખિલેશ યાદવ અને તેજસ્વી યાદવે પણ કોંગ્રેસને સલાહ આપી હતી કે સૌથી મોટી પાર્ટી તરીકે તેણે પ્રાદેશિક પક્ષોને વધુ સ્થાન અને મહત્વ આપવું જોઈએ. કેરળના રાજકીય સંદર્ભમાં આ મુદ્દે ખાસ ચર્ચા થઈ હતી.દરમિયાન, જંતર-મંતર પર થયેલા તાજેતરના વિરોધ પ્રદર્શનનો ઉલ્લેખ કરતાં ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે જનતાના રોષને અવગણવો યોગ્ય નથી. ઓમર અબ્દુલ્લાએ પણ આ મુદ્દે તેમની સાથે સહમતિ વ્યક્ત કરી હતી.પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામો બાદ મમતા બેનર્જીએ જણાવ્યું કે હવે તેમની પાસે ગઠબંધન માટે વધુ સમય ઉપલબ્ધ છે અને તેનો ઉપયોગ ઇન્ડી ગઠબંધનને મજબૂત બનાવવા માટે થઈ શકે છે. તેમણે બેઠક દરમિયાન ભાજપ દ્વારા વિવિધ પક્ષોમાં તોડફોડ કરવાના પ્રયાસોનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.ગઠબંધનની બેઠકમાં ઉઠેલા આ મુદ્દાઓએ સ્પષ્ટ કર્યું છે કે ભાજપ સામે લડવા માટે એકતા દર્શાવતી ઇન્ડી ગઠબંધનની અંદર હજુ પણ અનેક રાજકીય પડકારો

Reporter: admin

Related Post