News Portal...

Breaking News :

પૂર્વ વિસ્તારમાં વૃંદાવન સર્કલથી હાઈવે સુધીના દબાણોનો સફાયો

2024-12-09 14:41:09
પૂર્વ વિસ્તારમાં વૃંદાવન સર્કલથી હાઈવે સુધીના દબાણોનો સફાયો


વડોદરામાં શરૂ કરાયેલી દબાણ ૨૨માં પટાલોકો સંબેચાતા આશનમાં માંહ્યું હતું 


શહેરના પૂર્વ વિસ્તારમાં વૃંદાવન ચાર રસ્તાથી હાઇવે તરફ બાપોદ સુધીના રોડ રસ્તાની બંને બાજુના હંગામી દબાણો, દુકાનની આગળ બનાવેલા ગેરકાયદે શેડ, રોડ રસ્તા પર મુકાયેલા ઓટો રીપેરીંગ ના ગલ્લા સહિત દુકાનોના લટકણીયા તથા પાકા બનાવેલા ઓટલા બુલડોઝરના સહારે દબાણ શાખાની ટીમે તોડી રોડ રસ્તા ખુલ્લા કર્યા હતા. કાર્યવાહી દરમિયાન કુલ ચાર ટૂંક જેટલો સામાન કબજે કરાયો હતો. 


કાર્યવાહી દરમિયાન ઠેક ઠેકાણે રકઝક તથા બોલાચાલીના દ્રશ્યો સર્જાતા પોલીસે મામલો થાળે પાડયો હતો. જોકે કાર્યવાહી જોવા ઠેક ઠેકાણે લોક ટોળા સતત સાથે રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે પૂર્વ ભાજપ નગરસેવકના પુત્રની થયેલી હત્યા બાદ શહેરભરમાંથી ગેરકાયદે દબાણનો સફાયો કરવા પાલિકા મ્યુ. કમિશનર દિલીપ રાણાએ સૂચના આપી હતી. ત્યારબાદ શારૂ થયેલી દબાણ હટાવ ઝુંબેશ સતત ૨૨ દિવસથી ચાલી રહી છે. એક પણ દિવસ આ ઝુંબેશ બંધ રહી નથી. શહેરના પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ચારે બાજુએ થયેલા હંગામી દબાણનો સફાયો થતાં પાલિકાની કાર્યવાહીની શહેરભરમાં સરાહના થઈ રહી છે

Reporter: admin

Related Post