News Portal...

Breaking News :

વહેલી સવારે ખાડામાં રિક્ષા પડતા પલટી જતા રીક્ષા ચાલક યુવકનું મોત

2025-06-25 13:53:34
વહેલી સવારે ખાડામાં રિક્ષા પડતા પલટી જતા રીક્ષા ચાલક યુવકનું મોત


વડોદરા : સરદાર એસ્ટેટથી વૃંદાવન તરફ જવાના માર્ગ પર વડોદરા મહાનગર પાલિકા દ્વારા પાણીની લાઈન ખોદયા બાદ યોગ્ય સમારકામ વગર માર્ગ શરૂ કરતા દુર્ઘટના ઘટી હતી.



બાપોદ વુડાના મકાન રહેતા અનિલ ઠાકોરભાઈ વસાવાનું વહેલી સવારે ખાડામાં રિક્ષા પડતા પલટી મારતા મોત નીપજ્યું હતું. અનિલ ઠાકોરભાઈ વસાવા 38 વર્ષ ના હતા.પરિવારમાં કમાનાર એકમાત્ર વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું છે.બાપોદ પોલીસે સ્થળ પર પહોંચી મૃતક યુવકને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો છે.



કોર્પોરેશન સમક્ષ વિપક્ષ નેતાનો આક્રોશ જોવા મળ્યો અને ન્યાયની માંગ કરી છે.કોર્પોરેશન અને પાલિકાને અધિકારીને મીલીભગતને લીધે નાગરિકનો ભોગ લેવાય છે.જો કોર્પોરેશનને તકેદારી રાખી હોત તો કોઈ નાગરિકનો જીવ ન જાત.પોલીસે એફ આર આઇ માં ઉલ્લેખ પણ કર્યો નથી કે કોર્પોરેશન દ્વારા ખોદવમાં આવેલ ખાડા ના લીધે જીવ ગયો છે.કોન્ટ્રાક્ટર અને અધિકારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ વિપક્ષ નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે કરી છે.

Reporter: admin

Related Post