News Portal...

Breaking News :

આગામી 27 જૂને ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ ઇસ્કોન મંદિર ખાતે પત્રકાર પરિષદ યોજાઈ

2025-06-25 13:05:42
આગામી 27 જૂને ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ ઇસ્કોન મંદિર ખાતે પત્રકાર પરિષદ યોજાઈ


આગામી 27 જૂને ભગવાન જગન્નાથ જીની 44મી રથયાત્રા વડોદરા શહેરના રાજમાર્ગો પર નીકળનાર છે 


27 જૂને રેલવે સ્ટેશન ખાતે થી બપોરે 2.30 કલાકે ભગવાન જગન્નાથ બલદેવ અને સુભદ્રાને રથ પર બિરાજમાન કરવામાં આવશે સાથે મેયર પિન્કી સોનીના હસ્તે પહિદ વિધિ બાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રા પ્રસ્થાન કરાશે. આ રથયાત્રા રેલવે સ્ટેશન થી નિકળશે જેમાં મોટી સંખ્યામાં ભગતો જોડાશે. 


આ રથયાત્રા કાલા ઘોડા, પંચમુખી હનુમાનજી મંદિર, આરાધના ટોકીઝ, સલાટ વાળા, કોઠી ચાર રસ્તા, રાવપુરા, અમદાવાદી પોળ, જુબેલી બાગ, ગાંધીનગર ગુહ, સુરસાગર, દાંડિયા બજાર ચાર રસ્તા, રાજમહેલ રોડ, ભગતસિંહ ચોક, મદન ઝાપા રોડ, પથ્થર ગેટ, જય રત્ના બિલ્ડીંગ ચાર રસ્તા, થઈને પોલો ગ્રાઉન્ડ પાસે સમાપન થશે આ રથયાત્રામાં 45 ટન પ્રસાદી નું વિતરણ કરશે, સાથે રથયાત્રાની પાછળ સ્વચ્છતા નું ખાસ ધ્યાન આપવામાં આવશે અને તમામ ભક્તોને રથયાત્રામાં જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

Reporter: admin

Related Post