સાવલી પોલીસ સ્ટેશનમાં તારીખ 30 /9/ 2023 ના રોજ ફરિયાદીએ તેમની 16 વર્ષ 6 મહિનાની દીકરી હાલોલ સ્કૂલમાં ધોરણ 12માં ઘરેથી અભ્યાસ કરવા ગયેલી જે પરત ન ફરતા અને તપાસ કરતા મળી ન આવતા ફરિયાદીએ ફરિયાદ લખાવેલી જે બાબતની તપાસમાં પોલીસ દ્વારા આરોપી તથા સગીરાને એક વર્ષ જેટલા સમય બાદ સુરત ખાતેથી શોધી લાવેલ જેની તપાસમાં ખૂલેલ કે આરોપી ભોગ બનનાર નું અગાઉથી રિક્ષામાં બેસાડીને હાલોલ સ્કૂલમાં કાયમ લઈ જતો મુકેશ નરવતસિંહ ગોહિલ ઉંમર વર્ષ 28 પરિણીત હોવા છતાં સગીરાને પોતાની પ્રેમ જાળમાં ભોળવી બેહલાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદા સાથે ભગાડી જય અમદાવાદ ,ગ્વાલિયર, આગરા, મથુરા અને સુરત જેવા વિવિધ સ્થળોએ લઈ જઈ વારંવાર તેની સાથે દુષ્કર્મ કરી સગીરાને એક વર્ષ જેટલો સમય પોતાના ગેરકાયદેસર કબજામાં રાખી ગર્ભવતી બનાવી બાળકની માતા બનાવી જે ગુનાની ચાર્જશીટ સાવલીની પોસ્કો અદાલતમાં થતા તે અંગે નો કેસ પોસ્કો કોર્ટમાં સાહેબ જે .એ. ઠક્કરની કોર્ટમાં ચાલી જતા આરોપી મુકેશ નરવતસિંહ ગોહિલ ઉંમર વર્ષ 28 રહે રાણીપુરા તાલુકો સાવલી ને દુષ્કર્મના ગુનામાં સગીરાને ગર્ભવતી બનાવી બાળકની માતા બનવા મજબૂર કરેલ હોવાના પોસકો એક્ટ હેઠળનાં ગુનામાં દોષિત ઠરાવી મુકેશ નરવતસિંહ ગોહિલને આજીવન કેદની સજા એક લાખ દંડ એટલે કે કુદરતી નિત્યક્રમ મુજબ જીવે ત્યાં સુધી સજા તથા એક લાખનો દંડ તેમજ ઇ. પ્.કો કલમ 363ના ગુનામાં ત્રણ વર્ષની સજા અને રૂપિયા 3000 નો દંડ તેમજ ઇ.પ.કો કલમ ૩૬૬ના ગુનામાં પાંચ વર્ષની સખત કેદ તથા રૂપિયા 5,000નો દંડ ફટકાવેલ છે આરોપી જે દંડની રકમ કોર્ટમાં જમા કરાવે તે પીડીતાને વળતર તરીકે ચૂકવવા અને ગુજરાત વિક્ટમ કોમ્પનસેશન સ્કીમ મુજબ ભોગ બનનાર સગીરાને સાત લાખનું વિક્ટ ટીમ કોમ્પંનસેશન ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી ને ભલામણ કરેલ છે

Reporter: admin