વડોદરામાં ચર્ચાસ્પદ બનેલા રક્ષિતકાંડ હિટ એન્ડ રન બાદ વધી રહેલી અસામાજિક પ્રવૃત્તિઓને પગલે પોલીસ પર માછલાં ધોવાયા હતા.જે બાદ હવે પોલીસ એક્શનમાં જોવા મળી રહી છે.

પોલીસ રાઉન્ડ ધ ક્લોક કાર્યવાહી કરી રહી છે, ગતરાત્રે પોલીસ અને પાલિકા તંત્ર દ્ધારા વિવિધ વિસ્તારોમાં સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, મોડી રાત સુધી ખુલ્લા રહેતા લારીગલ્લા ખાણીપીણીની લારીઓ સામે કાર્યવાહી કરાઈ હતી, લારીગલ્લા પર અસામાજિક તત્વો અડ્ડો જમાવી બેસી રહેતા હોય છે.આ દરમિયાન દબાણ શાખાની ટિમ સાથે બોલાચાલી કરતા વેપારીઓની પણ પોલીસે અટકાયત કરી હતી.




Reporter: admin