News Portal...

Breaking News :

બાપોદ ટીપી રોડ પર 18 મીટરના રોડમાં આવતા સાત જેટલા મકાનમાં આગળના ભાગમાં ગેરકાયદે બાંધકામ દૂર કરાયા

2025-04-17 17:27:24
બાપોદ ટીપી રોડ પર 18 મીટરના રોડમાં આવતા સાત જેટલા મકાનમાં આગળના ભાગમાં ગેરકાયદે બાંધકામ દૂર કરાયા


વડોદરા : શહેરના વિવિધ વિસ્તારમાં થયેલા ગેરકાયદે દબાણો પૈકી શહેરના પૂર્વ વિસ્તારમાં બાપોદ ટીપી રોડ પર 18 મીટરના રોડ પર ઈલાઈટ હાઇટ્સથી ક્રિષ્ના રેસી. થઈને 18 મીટરના રોડમાં આવતા સાત જેટલા મકાનમાં આગળના ભાગમાં ગેરકાયદે બાંધકામ કરી દેતા દબાણ શાખાની ટીમે બુલડોઝર ફેરવી રોડ-રસ્તા ખુલ્લા કર્યા હતા. 


આ ઉપરાંત આ જ વિસ્તારમાં નેશનલ હાઇવેને સમાંતર બાપોદના 12 મીટર રોડ પર ગાયત્રી એવન્યુ કોમ્પલેક્ષના ભાગમાં રોડ લાઈનમાં આવતી દુકાનના આગળનું ગેરકાયદે બાંધકામ પર પણ બુલડોઝર ફરી વળ્યું હતું. જોકે કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ કાફલો તૈનાત કરાયો હતો. પૂર્વ વિસ્તારમાં બાપોદ નજીક ટીપી 18 મીટરના રોડ પર ઈલાઇટ્સ હાઇટ્સથી ક્રિષ્ના રેસીડેન્સી થઈને અન્ય હાઇવેના 18 મીટરના રોડ પર પાંચ રહીશોએ પોતાના મકાનના આગળના ભાગમાં ગેરકાયદે બાંધકામ કરી દીધું હતું. આ ગેરકાયદે બાંધકામ પર પાલિકાની દબાણ શાખાએ બુલડોઝર ફેરવીને રોડ-રસ્તા ખુલ્લા કર્યા હતા.

Reporter: admin

Related Post