દાહોદ: જિલ્લાના લીમખેડા તાલુકાના ભીમપુરા ગામમાં રહેતો મહેશ ભૂમિયાભાઈ પરમાર ખેતી કામ કરે છે. તેની બહેન નંદાના લગ્ન 20 વર્ષ પૂર્વે લીમખેડાના નિનામાની વાવ ખાતે રહેતા ગોરધનભાઈ ડાંગી સાથે થયા હતા. ગોરધનભાઈ અને નંદાબેન આટલાદરા વિસ્તારમાં કલાલી પાસે આમ્રપાલી સોસાયટીમાં મજૂરી કામ કરતા હતા અને પરિવાર સાથે ત્યાં જ રહેતા હતા.
હોળીના તહેવારમાં તેઓ વતન નિનામાની વાવ જવાની તૈયારી કરતા હતા. સાંજે નંદાબેન અને ગોરધનભાઈ વચ્ચે રસોઈ બનાવવા બાબતે આનાકાની થતા ગોરધનભાઈએ પત્ની નંદાબેન સાથે ઝઘડો કરી માર માર્યો હતો અને પેટના ભાગે લાતો મારી હતી.
ત્યારબાદ તેઓ બધા સૂઈ ગયા હતા બીજે દિવસે સવારે ગાડી ભાડે કરીને તેઓ વતન ગયા હતા. 13મી તારીખે સવારે નંદાબેનને પેટમાં દુખાવો થતા તેઓને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા પરંતુ તેમનો મોત થયું હતું.
Reporter: admin