News Portal...

Breaking News :

કાયાપલટ નેચરોપેથી આધારિત માટી માંથી બનાવેલ હેલ્થ અને બ્યૂટી પ્રોડક્ટનું સેમિનાર

2025-03-17 14:16:39
કાયાપલટ નેચરોપેથી આધારિત માટી માંથી બનાવેલ હેલ્થ અને બ્યૂટી પ્રોડક્ટનું સેમિનાર


વડોદરા : કોવિડ માં ત્રણ પ્રોડક્ટ માં સફળતા મેળવ્યા બાદ તેવોની આજે 200 પ્રોડક્ટ બજાર માં મૂકવામાં આવી છે. સાથે આ પ્રોડક્ટ 32 થી વધુ દેશોમાં વેચાણ થઈ રહ્યું છે. 



માટીનો ઉપયોગ હેલ્થ અને બ્યૂટી પ્રોડક્ટ્સમાં પ્રાચીન સમયથી થાય છે. અત્યારે આ કંપની નું વાર્ષિક ટર્નઓવર રૂ ૧૦૦ કરોડ ઉપર પહોંચી ગયો છે અને આ કંપની નો ઉદ્દેશ્ય મહિલા સશકિતકરણને આગળ વધારવાનો છે અને મહિલાઓ આર્થિક રીતે સદ્ધર અને પગભર બને તેવા પ્રયાસો આ કંપની અને તેમની ટીમ ની મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. માટી કુદરતી મિનરલ્સથી ભરપૂર હોવાથી તે ત્વચા અને આરોગ્ય માટે ઘણી ફાયદાકારક હોય છે. 


જેમ કે ફેસ પૅક અને સ્કિન કેર પ્રોડક્ટ્સ, હેર કેર પ્રોડક્ટ્સ, બોડી કેર અને ડીટોક્સ, આયુર્વેદિક અને હેલ્થ ટ્રીટમેન્ટ્સ, સાથે વિવિધ પ્રોડક્ટ બનાવામાં આવી છે. જેને લઈ આજે વડોદરા શહેર રેસ્કોર્સ પાસે આવે વાણિજય ભવન ખાતે કાયાપલટ નેચરોપેથી આધારિત પ્રોડક્ટનો સેમિનારનું આયોજન કરાયું જેમાં વડોદરા સહિત ગુજરાતમાંથી બહેનો આ સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા.

Reporter: admin

Related Post