મહારાજા સયાજીરાવ યુનિ.માં પ્રવેશનો મુદ્દે વડોદરામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. એક તરફ સાંસદ, ધારાસભ્યો સાથેની બેઠકમાં તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે તેવો દાવો કરાયો છે ત્યારે યુનિ.ના પુર્વ વિધાર્થીઓ, પૂર્વ સેનેટ-સિન્ડિકેટ સભ્યો અને વિદ્યાર્થી સંગઠનોએ ફાઇટ ફોર MSU ગ્રુપ બનાવી આંદોલન શરૂ કર્યું છે.
વિદ્યાર્થીઓએ વાઇસ ચાન્સેલરના રાજીનામાની માગ કરીને યુનિ.ની બોયઝ હોસ્ટેલથી હેડ ઓફીસ સુધી બેનર પોસ્ટર સાથે રેલી યોજી હતી. પક્ષાપક્ષીથી દુર રહીને પૂર્વ વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. તમામે કાળા કપડા પહેરી વિરોધ કર્યો હતો. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિ.માં પ્રવેશનો મુદ્દે ગરમાયો છે. યુનિ.ના પૂર્વ વિદ્યાર્થીઓ, પૂર્વ સેનેટ અને સિન્ડીકેટ સભ્યો તથા વિદ્યાર્થી સંગઠનોએ ફાઇટ ફોર MSU ગ્રુપ બનાવી આંદોલન શરૂ કર્યું છે. વાઇસ ચાન્સેલરના રાજીનામાની માગ કરીને ગૃપ દ્વારા યુનિ.ની બોયઝ હોસ્ટેલથી હેડ ઓફીસ સુધી બેનર પોસ્ટર સાથે રેલી યોજી હતી અને વડોદરાના તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની માગ કરી હતી.
યુનિ.માં પ્રવેશ ક્વોટા વધારવાની વિદ્યાર્થીઓએ માગ કરી હતી. વિદ્યાર્થીઓએ આ મામલે સત્તાધીશોને આવેદનપત્ર આપ્યું હતું. વિદ્યાર્થીઓએ આજે કાળો દિવસ મનાવ્યો હતો.એમ.એસ.યુનિ.માં પ્રવેશનો મુદ્દે વડોદરામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. એક તરફ સાંસદ, ધારાસભ્યો સાથેની બેઠકમાં તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે તેવો દાવો કરાયો છે ત્યારે યુનિ.ના પુર્વ વિધાર્થીઓ, પૂર્વ સેનેટ-સિન્ડિકેટ સભ્યો અને વિદ્યાર્થી સંગઠનોએ ફાઇટ ફોર MSU ગ્રુપ બનાવી આંદોલન શરૂ કર્યું છે. વિદ્યાર્થીઓએ વાઇસ ચાન્સેલરના રાજીનામાની માગ કરીને યુનિ.ની બોયઝ હોસ્ટેલથી હેડ ઓફીસ સુધી બેનર પોસ્ટર સાથે રેલી યોજી હતી.
Reporter: News Plus