News Portal...

Breaking News :

PM મોદીનો રાજભવનથી મહાત્મા મંદિર સુધી રોડ શોમાં મેદની ઉમટી

2025-05-27 11:52:29
PM મોદીનો રાજભવનથી મહાત્મા મંદિર સુધી રોડ શોમાં મેદની ઉમટી


ગાંધીનગર : ઓપરેશન સિંદુર બાદ પ્રથમવાર મોદી ગાંધીનગર આવી રહ્યા છે ત્યારે નાગરિકોનું અભિવાદન ઝીલવા માટે તેઓ રાજભવનથી મહાત્મા મંદિર સુધી રોડ શો કર્યો છે. 


ચ રોડ પર સ્વર્ણિમ પાર્ક રોડની એન્ટ્રીથી મહાત્મા મંદિર સુધીના 2 કિલોમીટરના રૂટમાં રોડ શો માટે રોડ પર એક સાઇડ મંડપ બાંધીને લોકોને ઉભા રહેવાની સુવિધા કરવામાં આવી હતી. આ રોડ શોમાં 50 હજારથી પણ વધુ લોકો જોડાયા તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તિરંગાની થીમ પર યોજાનાર રોડ શોનું લાઇવ પ્રસારણ પણ થયુ હતું. આ માટે ચ- સર્કલ અને સર્કિટ હાઉસ સર્કલ પાસે વિશાળ એલઇડી સ્ક્રીન લગાવવામાં આવી છે. બહારથી આવતા મુલાકાતીઓ પણ આ સ્ક્રીન પર રોડ શો નિહાળી શકશે.ગાંધીનગર એસપી રવિ તેજા વાસમસેટ્ટીએ કહ્યું કે ગાંધીનગરમાં વડાપ્રધાનની મુલાકાતને લઇને 3 હજાર જેટલા પોલીસ અધિકારી- કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. 


વડાપ્રધાનના સમગ્ર રૂટ, રોડ શોનો રૂટ, રાજભવન અને મહાત્મા મંદિર ખાતે ખાસ બંદોબસ્ત હતો. કુલ 10 જેટલા એસપીની નિગરાની હેઠળ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સમગ્ર 2 કિલોમીટરના રોડ શોના રૂટમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત હતો.ઓપરેશન સિંદુર બાદ ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે નાગરિકોમાં પણ અનેરો ઉમળકો જોવા મળી રહ્યો છે જેથી પીએમ મોદીના રોડ શોમાં 50 હજારથી એક લાખ જેટલા લોકો ઉમટી પડે તેવો અંદાજ પોલીસ દ્વારા લગાવાઇ રહ્યો છે. ચ- રોડથી મહાત્મા મંદિર સુધી સ્વર્ણિમ પાર્કના ટાઉનહોલ તરફના સમગ્ર રોડ પર રોડ શોનો રૂટ રહેશે. આ રોડ પર લોકો ઉભા રહીને વડાપ્રધાન મોદીનું અભિવાદન કરી શકે તે માટે 2 કિલોમીટરના રૂટ પર મંડપ નાંખવામાં આવ્યો છે. તિરંગાની થીમ પર આ મંડપ ઉભા કરવામાં આવ્યા છે. આ સાથે ઠેર ઠેર ઓપરેશન સિંદુરની ઝાંખી પ્રદર્શિત કરતા બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે.

Reporter: admin

Related Post