દેશના અનેક વિસ્તારોમાં સતત પડી રહેલા ભારે વરસાદની અસર રેલ અને માર્ગ પરિવહન પર જોવા મળી રહી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઓડિશા તેમજ ઉત્તર-પૂર્વના અનેક રાજ્યોમાં જળબંબાકાર, ભૂસ્ખલન અને રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ મુસાફરી પહેલાં હવામાન અને ટ્રાફિકની માહિતી મેળવીને જ પ્રવાસ કરવા અપીલ કરી છે. કેટલાક વિસ્તારોમાં ટ્રેનોની ગતિ ધીમી કરવામાં આવી છે, જ્યારે અનેક માર્ગો પર પણ વહીવટી તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે.
વહીવટી તંત્રે મુસાફરોને અપીલ કરી છે કે તેઓ મુસાફરી પહેલાં રેલવે અને સ્થાનિક તંત્રની સત્તાવાર માહિતી તપાસે તેમજ જળબંબાકાર અને ભૂસ્ખલનની સંભાવના ધરાવતા વિસ્તારોમાં વિશેષ સાવચેતી રાખે.
Reporter: admin







