સંસ્થાએ ક્ષયરોગના દર્દીઓને ૬ હજાર પોષણ કિટ્સ અને ટીબી નિદાન માટેના યંત્રો સરકારી દવાખાનાઓને ઉપલબ્ધ કરાવ્યા હતા...
૨૦૨૫ સુધીમાં ક્ષયમુક્ત ભારતના લક્ષ્ય સાથે ભારત સરકાર દ્વારા,રાજ્યોના સહયોગ થી ક્ષયરોગ નાબૂદી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.તેમાં ઉપયોગી યોગદાન આપવા માટે ઇન્ડિયન ઓઇલ સંચાલિત ગુજરાત રિફાઇનરી,વડોદરાને પ્રસંશા પ્રમાણપત્ર પ્રદાન કરવામાં આવ્યું છે. સી.એસ.આર.હેઠળ ગુજરાત રિફાઇનરી ગયા વર્ષે ટીબી મુક્તિ અભિયાનમાં સહયોગી બની હતી.ક્ષયરોગીઓને દવાની સાથે પૌષ્ટિક આહાર ની જરૂર રહે છે.તેને અનુલક્ષીને દર્દીઓ માટે ૬ હજાર જેટલી પોષણ કિટ્સ આપવામાં આવી હતી.ટીબીની અસરકારક સારવાર માટે વહેલું નિદાન અને સારવાર જરૂરી છે.તેને અનુલક્ષીને ગુજરાત રિફાઇનરી દ્વારા ૨૦૨૩ - ૨૪ ના વર્ષમાં ટીબીની ઝડપી અને સચોટ ચકાસણીમાં ઉપયોગી શહેરી અને ગ્રામીણ વિસ્તારોના સરકારી દવાખાનાઓ ને ૨૧ આધુનિક ટ્રુનેટ યંત્રો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા.
સંસ્થાએ આ વર્ષે પણ સારવાર હેઠળના ટીબીના દર્દીઓ ને ૩ હજાર પોષણ કિટ્સના વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે.તેને અનુલક્ષીને ભારત સરકારે આ પ્રશસ્તિ પત્ર આપીને સન્માન કર્યું છે. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તાજેતરમાં ગાંધીનગર ખાતે ' ટીબી સામે ૧૦૦ દિવસનું સઘન અભિયાન ' ના પ્રારંભ પ્રસંગે યોગદાનની કદર રૂપે ગુજરાત રિફાઇનરીના ઈડી અને આર.એચ. રાહુલ પ્રશાંતને સન્માન પત્ર એનાયત કર્યું હેતુ.આ અંગે રાહુલે ધન્યવાદ પ્રગટ કરતા જણાવ્યું હતું કે ગુજરાત રિફાઇનરીની સી.એસ.આર. પહેલો આરોગ્ય અને ટકાઉપણા માટે ઇન્ડિયન ઓઇલની સમર્પિતતા દર્શાવે છે.આરોગ્ય સંભાળ,પોષણ, શિક્ષણ,અને ગ્રામ વિકાસમાં યોગદાન આપવું એ ગુજરાત રિફાઇનરીની પરંપરા રહી છે.યાદ રહે કે ભારત સરકારનો આરોગ્ય વિભાગ ટીબી થી પ્રભાવિત છે તેવા દેશના ૩૪૭ જિલ્લાઓમાં રોગનું પ્રમાણ અને તેનો મરણ દર ઘટાડવા અભિયાન હેઠળ પ્રયત્નો કરી રહી છે.
Reporter: admin