બિજનૌર : પ્રખ્યાત કોમેડિયન સુનીલ પાલના અપહરણ બાબતે મોટો ખુલાસો થયો છે. જેમાં 2 ડિસેમ્બરે મેરઠમાં એક ઈવેન્ટના નામે દિલ્હીથી હરિદ્વાર જઈ રહેલા કોમેડિયન સુનીલ પાલના અપહરણની ઘટનાનું ઉત્તર પ્રદેશના બિજનૌર સાથે કનેક્શન છે.
સુનીલ પાલ, લવ અને અર્જુન કરનવાલનું અપહરણ કરનાર બે યુવકો બિજનૌર શહેરના રહેવાસી છે. મેરઠ પોલીસે 100 થી વધુ સીસીટીવી કેમેરા સ્કેન કર્યા પછી અને જ્વેલર્સ પાસેથી ખરીદી કરતી વખતે તેમના વીડિયો કેપ્ચર કર્યા પછી તેમની ઓળખ કરી છે.આ સમગ્ર ઘટનાની મળતી વિગતો મુજબ સોમવારે મોડી રાત્રે મેરઠ પોલીસની ટીમ બિજનૌર પહોંચી અને સ્થાનિક પોલીસની સાથે અનેક જગ્યાએ દરોડા પાડ્યા. આ દરમિયાન સ્થાનિક પોલીસને તેમની તસવીરો બતાવવામાં આવી હતી અને તેમની ઓળખ રવિ અને અર્જુન તરીકે થઈ હતી.
પોલીસે બિજનૌરથી લગભગ અડધો ડઝન યુવાનોની અટકાયત કરી હતી.જેમને તેમની સાથે મેરઠ લઈ જવામાં આવ્યા છે. આ યુવકો રવિ અને અર્જુનના સહયોગી હોવાનું કહેવાય છે.પરંતુ બિજનૌર પોલીસે હજુ સુધી એ વાતની પુષ્ટિ કરી નથી કે અટકાયત કરાયેલા યુવકોમાં રવિ અને અર્જુનનો પણ સમાવેશ થાય છે કે નહીં. જોકે, આ ઘટનાને અંજામ આપનારા બંને યુવકો બિજનૌર શહેરના રહેવાસી હોવાની પુષ્ટિ થઈ છે. આ બાબતે પોલીસે મૌખિક રીતે પુષ્ટિ કરી છે કે મેરઠ પોલીસે મોડી રાત્રે દરોડો પાડ્યો હતો અને કેટલાક લોકોની અટકાયત કરી હતી, પરંતુ ઓન કેમેરા પોલીસ અત્યારે આ મામલે કંઈ બોલી રહી નથી. હાલ આ ઘટના બાદ બિજનૌર પોલીસે પણ આ બંનેના ગુનાહિત ઈતિહાસની તપાસ શરૂ કરી છે.
Reporter: