ગુજરાત પોલીસને નવા વડા: જી. એસ. મલિક બન્યા રાજ્યના DGP
ગાંધીનગર: ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યના પોલીસ બેડામાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. 1993 બેચના IPS અધિકારી અને અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ. મલિકને રાજ્યના નવા ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP અને IGP) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.1 જાન્યુઆરીથી રાજ્યમાં ઇન્ચાર્જ DGP તરીકે કે. એલ. એન. રાવ કામગીરી સંભાળી રહ્યા હતા. લગભગ 5 મહિનાના ચાર્જ બાદ હવે રાજ્યને કાયમી DGP મળ્યા છે.સત્તાવાર નોટિફિકેશન મુજબ, જી. એસ. મલિકની નિમણૂક તાત્કાલિક અસરથી અમલમાં આવી છે. તેઓ હાલમાં અમદાવાદ શહેરના પોલીસ કમિશનર તરીકે કાર્યરત હતા.
બીજી તરફ, વર્તમાન ઇન્ચાર્જ DGP કે. એલ. એન. રાવને CID ક્રાઈમ અને જેલ વિભાગના ડીજી તરીકે યથાવત્ રાખવામાં આવ્યા છે.સાથે જ અમદાવાદ શહેરને પણ નવા પોલીસ કમિશનરની નિમણૂક કરવામાં આવશે, જે અંગે અલગથી જાહેરાત થવાની શક્યતા છે.ગૃહ વિભાગના આ નિર્ણય સાથે લાંબા સમયથી ચાલી રહેલી DGP પદની અનિશ્ચિતતા અંતે પૂર્ણ થઈ છે અને રાજ્ય પોલીસનું નેતૃત્વ હવે જી. એસ. મલિક સંભાળશે.
Reporter: admin







