News Portal...

Breaking News :

ફોટો એડિટિંગ એપનો ઉપયોગ અંગે સરકારી સંસ્થાએ ચેતવણી જાહેર કરી

2024-06-23 12:48:12
ફોટો એડિટિંગ એપનો ઉપયોગ   અંગે સરકારી સંસ્થાએ ચેતવણી જાહેર કરી


ફોટો એડિટિંગ એપનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે છે. કારણ કે સરકારી સંસ્થાએ તેને લઈને ચેતવણી જાહેર કરી છે. એજન્સીએ યૂઝર્સને ચેતવણી આપતા કહ્યું કે  Adobe ના 29 સોફ્ટવેર અને સર્વિસથી સાવધાન રહેવું જોઈએ. 


CERT-In ને આ સોફ્ટવેરમાં યૂઝર્સ સાથે જોડાયેલી ઘણી ખામીઓ મળી છે.  Adobe ના ઘણા પોપુલર સોફ્ટવેર Photoshop, કોલ્ડ ફ્યૂઝન અને ક્રિએટિવ ક્લાઉડમાં યૂઝર્સને ખુબ ખામીઓ મળી છે, જે યૂઝર્સની દ્રષ્ટિએ ખતરનાક સાબિત થઈ શકે છે.સરકારી એજન્સીએ કહ્યું કે તેનાથી ખતરો હોઈ શકે છે. તેથી યૂઝર્સે પહેલાથી સાવધાન રહેવું જોઈએ. 


પરંતુ કંપની તરફથી કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી. તપાસ દરમિાયન આ એપમાં ખુબ ખામીઓની જાણકારી મળી છે, જેના પર સતત કામ કરવામાં આવી રહ્યું છે. તેવામાં Photoshop, કોલ્ડ ફ્યૂઝન અને ક્રિએટિવ ક્લાઉડ તેનું ધ્યાન રાખવામાં આવે કે તમારી પાસે એપ છે કે નહીં.

Reporter: News Plus

Related Post